ગ્રામીણ વિસ્તારની બહેનો માટે બેંક માત્ર બેંકમિત્ર તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો

488

એસબીઆઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભાવનગર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાનાં ગ્રામીણ વિસ્તારની બહેનો માટે તા.૧૫-૦૬-૧૯ થી ૬ દિવસ માટે બેંક મિત્રની નિવાસી તાલીમના નિઃશુલ્ક વર્ગનું આયોજન કરવામાં આવેલ. જેના સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડીઆરડીએ ભાવનગરના, ડીએલએમ વિજયસિંહ વાઘેલા, જીજ્ઞેશભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ ગોહિલ, તેમજ ગક્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર અને નિલેશભાઇ બરોલીયા તથા આરસેટી સ્ટાફ હાજર રહેલા અને નાણાંકીય સાક્ષરતા કેન્દ્ર માંથી કિર્તીદેવ પંડ્યા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત સર્વ પ્રથમ પ્રાર્થનાથી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ ડીએલએમ વિજયસિંહ વાઘેલાએ કાર્યક્રમ અનુરૂપ પોતાનું પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ. તેમજ તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ વધવા માટેની શુભેચ્છા પાઠવેલ તથા તાલીમ કાર્યક્રમના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલા લાયન્સ કલબ દ્વારા ફ્રુટ વિતરણ