શહેરનાં વોરાબજારમાંથી જાહેરમાં જુગાર રમતા ૭ શકુની ઝડપાયા

1587

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પો.કો. ઇમ્તીયાઝખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર વોરાબજાર કરાંચી ટેઇલર વાળી ગલ્લી પાશ્ર્‌વ હોઝીયરી વાળાની દુકાન પાસે જાહેર જગ્યામા અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી તિનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા ભરતભાઇ જીતેંદ્રભાઇ ગોહેલ ઉ.વ.૩૨, સાગરપરી જનકપરી ગોસ્વામી ઉ.વ.૩૧, અબ્દુલભાઇ હુસૈનભાઇ દસાડીયા ઉ.વ.૫૦, રવિભાઇ વ્રજલાલભાઇ રાવ ઉ.વ.૨૯, રાકેશ નટુભાઇ સોલંકી ઉ.વ.૩૪, ઇમરાનભાઇ અહેમદહુસૈનભાઇ રાંધનપુરી ઉ.વ.૨૮, મજીદ ઉર્ફે સાહીલ રહીમભાઇ જેઠવા ઉ.વ. ૨૪ વાળાઓ પાસેથી રોકડ રૂપિયા ૧૭,૭૪૦/-,મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૧૦,૫૦૦/-મળી કુલ રૂ.૨૮,૨૪૦/- નાં મુદ્દામાલ સાથે પકડી તમામ સામે જુગાર ધારા કલમઃ-૧૨ મુજબની કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

Previous articleસિહોર ડોકટર એસો. દ્વારા આવેદન
Next articleપ્લાસ્ટીક પાટી કામદારોનો ભાવ વધારા મુદ્દે મુખ્યમંત્રીને ૧૦૦૧ પત્રથી રજૂઆત