સિહોર ન.પા. દ્વારા સેવાસદનમાં બેઝમેન્ટની માટી કાઢવાનો પ્રારંભ

526

સિહોર નગરપાલિકા ના નવનિર્મિત સેવાસદન ના બેઝમેન્ટ ની ખોદાયેલ માટી ખસેડવાની કામગીરી આખરે શરૂ

લોકસંસાર દૈનિક ન્યુઝ દ્વારા આ માટી થી લોકો ત્રસ્ત અંગે સમાચાર પ્રસિધ્ધ કરેલ  ત્યારે ચિફઓફિસર દ્વારા વહેલી તકે આ માટી દૂર કરવામાં આવશે તેવું જણાવેલ અને કોન્ટ્રાકટ આપવાનો બાકી હોવાનું જણાવેલ જે અનુસંધાને આ માટી અન્યત્ર ખસેડવાનું કાર્ય શરૂ થતાં સ્થાનિક રહીશો,દુકાનદારો તથા વાહન ચાલકોમાં આનંદ છવાય ગયો છે ત્યારે આ અંગે કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂ વાત કરતા જણાવેલ કે આ માટી નો જથ્થો વધુ હોય છતાં માત્ર ૨ દિવસ માજ તમામ માટી ખસેડી દેવામાં આવશે.અને લોકો ને પડતી મુશ્કેલી નો અંત આવશે. આમ સિહોરની જનતાના પ્રશ્નોને વાંચા આપવામાં ‘લોક સંસાર’ દૈનિક હમેશા સાથે રહ્યું છે.

Previous articleડોકટરોના રક્ષણ માટે કાયદો ઘડવા તબીબો દ્વારા માંગણી
Next articleપાલિતાણાના વડીયા ગામે લૂંટ કેસમાં ૩ સગાભાઈ સહિત ૫ને ૧૦ વર્ષની કેદ