પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર

614

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વકાર યુનુસે જણાવ્યું છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલની ભારતીય ટીમથી ગભરાય છે જેને કારણે તેઓ મોટી મેચોમાં હંમેશા દબાણમાં રહે છે. ભારતે રવિવારે પાકિસ્તાનને ૮૯ રનથી માત આપીને આઇસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ સાતમી જીત મેળવી હતી. વકારે જણાવ્યું હતું કે, આ હાર બાદ બન્ને ટીમો વચ્ચે ભારે અંતર જોવા મળ્યું છે. વકારે આઇસીસી માટેની કોલમમાં લખ્યું હતું કે, વિતેલા કેટલાક વર્ષોમાં ભારત અને પાકિસ્તાનની ટીમમાં ભારે તફાવત જોવાયો છે અને રવિવારે ફરી એકવાર ઇંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં આ અંતર જોવા મળ્યું હતું.વકારે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની ટીમ હજુ પણ માત્ર પ્રતિભા પર જ નિર્ભર છે, જ્યારે ભારતની રમતમાં ટીમ વર્ક દેખાય છે. ટીમના ખેલાડીઓ પોતાની ભૂમિકાઓ જાણે છે અને પોતાની ભૂમિકાને મેદાનમાં અદ્ભૂત રીતે નિભાવે પણ છે. ૯૦ના દાયકા સુધી અમારી ટીમ મજબૂત હતી પરંતુ મને લાગે છે કે હવે પાકિસ્તાની ટીમ ભારતીય ટીમથી ગભરાય છે. પાકિસ્તાનની ટીમ જ્યારે પણ આવી મેચોમાં આવે છે ત્યારે દબાણમાં રહે છે અને લાગે છે કે નબળી ટીમ છે.

Previous articleમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે
Next articleન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને