૧૧૬ બોટલ ઇગ્લીંશ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લેતી એલસીબી

490

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો પાલીતાણા/જેસર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એસ.ઓ.જી. ના પ્રદિપસિંહ ગોહિલને  બાતમી રાહે હકિકત મળેલ કે જેસર તાબેના કદમગીરી  ગામના હાથીભાઇ રાણીંગભાઇ કામળીયા  પોતાના કબ્જા ભોગવટાની  ઢેફયુ વિસ્તારમાં આવેલ વાડીમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી હેરફેર કરવાનો છે. તેવી હકિકત મળતા જે હકિકત આઘારે તુરતજ બાતમી વાળી જગ્યા રેઇડ કરતા રેઇડ દરમ્યાન વિપુલભાઇ નાથાભાઇ મકવાણા રહે. કદમગીરી તા.જેસર વાળો હાજર મળી આવતા તેને સાથે રાખી વાડીમાં તપાસ કરતા વાડીના શેઢાના બાવળની કાંટ માંથી ભારતીય બનાવટનો એપીસોડ કલાસીક વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૧૬ કિ.રૂ. ૩૪,૮૦૦/- સાથે મળી આવતા મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ એ.ઇ,૮૧, ૧૧૬(બી), મુજબનો ગુન્હો ભાવનગર જીલ્લાના જેસર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવેલ છે.

Previous articleરાજુલામાં આવેલી કન્યા છાત્રાલય જુલાઇ મહિનામાં કાર્યરત થશે
Next articleઅડતાળા ટોડાથી જરખિયાના રસ્તે માટીકામ, પુલ પ૦ લાખના ખર્ચે બનશે