ઈન્દોર ખાતે કલાપંથ સંસ્થા દ્વારા કૃતિઓ રજુ કરી દર્શકોને ડોલાવ્યા

510

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા કલાપંથ સંસ્થાના કલાકારો દ્વારા આ મહોત્સવમાં ભારતભરમાંથી વિવિધ લોકકલાના ૪પ૦ જેટલા કલાકારોએ પોતાની કલા કૃતિઓ રજુ કરી હતી. જેમાં ભાવેણાની કલાપથ સંસ્થા એ પોતાની આગવી શૈલીમાં રજુ કરેલી મિશ્ર રાસ કૃતિ દ્વારા દર્શકોને ડોલાવ્યા હતાં. આ માલવા ઉત્સવમાં ઈન્દોરના સાંસદની શંકરભાઈ લાલવાણીએ કલાકારોને સન્માનીત કરી પ્રોત્સાહિત કર્યા હતાં. કલાપથ સંસ્થાના સંચાલકની કુશલ દિક્ષિત અને ચંદ્રસિંહ ગોહિલની રાહબરી હેઠળ કલાકારો સફળ કાર્યક્રમની રજુઆત કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. જેમાં અક્ષય મકવાણા, ધર્મેશ મુંજપરા, કુલદિપ ચાવડા, રાહુલ મકવાણા, સિધ્ધાર્થ મકવાણા, નંદા મણીયાર, અવની મણીયાર, જાનકી મણીયાર, ભાવી અજવાળીયા, પ્રિયાંશી મુંજપરા, વાણી શાહ કલાકારોએ ભાગ લીધો હતો.

Previous articleતળાજા ખાતે મહિલા સામખ્ય સોસાયટી દ્વારા ૧૦૦ ગર્લ્સ ટ્રેનીંગનું આયોજન
Next articleમણાર ગામે વિજળીનો થાંભલો પડતા બેના મોત