વિશ્વ યોગદિન નિમિત્તે જિલ્લામાં ૩.૧૪ લાખ લોકોએ યોગ કર્યા

534

સમગ્ર વિશ્વમાં પ્રાચિન ભારતિય સંસ્કૃતીના અમુલ્ય વારસા સમાન યોગનું ગૌરવ વધારતાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે ભાવનગરની મહરાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના મેદાનમાં આશરે ૬,૦૦૦ થી વધુ યોગીઓએ શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે વિવિધ આસનો,યોગાભ્યાસ દ્વારા યોગની દિવ્યતાનો અનુભવ કર્યો હતો.આ સાથેજ સમગ્ર જિલ્લા મા કુલ ૧૪૫૪ સ્થળે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી.જેમાં કુલ મળીને ૩,૧૪,૨૩૮ લોકો આ ઉજવણીમાં જોડાયા હતા. યોગએ ભારતની વિશિષ્ટ તથા અમૂલ્ય બૌદ્ધિક સંપદા છે,યોગએ આપણો વૈભવશાળી વારસો છે,આપણું ગૌરવ છે,યોગએ આરોગ્ય,આત્મશક્તિ તથા આધ્યાત્મિકતા વચ્ચે સાયુજ્ય પ્રસ્થાપિત કરતું સત્વ છે.આ અદ્ભુત વારસાનો સમગ્ર વિશ્વએ સ્વિકાર્યો છે અને છેલ્લા પાંચ વર્ષથી ૨૧મી જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવે છે.આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘યોગ ફોર હાર્ટ”’ થીમ નક્કી કરવામા આવી હતી.જેના અનુસંધાને ભાવનગરની મહરાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના મેદાનમાં વહેલી સવારે મેદાન પર વિશાળ સ્ક્રીન પર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં ઝારખંડના રાંચી ખાતે કરવામા આવેલ ઉજવણીમાં પ્રધાનમંત્રીશ્રીના પ્રેરણાદાયી ઉદબોધન બાદ યોગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. યોગ સાધનાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.ત્યારબાદ શરીરના વિવિધ અંગો માટે  સ્કંધાસન, વજ્રાસન, ભદ્રાસન, મકરાસન, ભુજંગાસન, સેતુબંધ જેવા આસનો દ્વારા શારીરિક ચેતના જગાડતા આસનો કરવામાં આવ્યા હતા.ત્યારબાદ શરીર નિરોગી તેમજ તન મન શુદ્ધ બને તે હેતુથી ઉપસ્થિત યોગીઓએ કપાલભાતિ, અનુમોલ વિલોમ, શીતલી, ભ્રામરી સહીત પ્રાણાયામ કર્યા હતા.આ કાર્યક્રમમાં પતંજલી યોગપિઠ,ગાયત્રી પરિવાર,આર્ટ ઓફ લિવિંગ,જિલ્લા યોગ સમિતી,સમર્પણ ધ્યાનકેન્દ્ર,યોગ એન્ડ કલ્ચર એસોસિએસન વિગેરે જેવી સંસ્થાઓ આ યોગસાધના ના મહાયજ્ઞમાં જોડાઇ હતી.

આ પ્રંસગે ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેંન્દ્રસિંહ સરવૈયા,ભાવનગર મહાનગર પાલિકાના મેયર મનહરભાઇ મોરી,સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ,જિલ્લા કલેકટર હર્ષદ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ,જિલ્લા પોલિસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં સાધકોએ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.

Previous articleભાવ.રેલ્વે ડીવીઝન દ્વારા યોગાભ્યાસ
Next articleઝિમ્બાબ્વે સરકાર સાથે ઘર્ષણ થતા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરાયું