સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં ‘અટલ ટીંકરીંગ લેબ’ના મેન્ટર ડા.જોશીનો સ્વાગત સમારોહ

551

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, ખાતે તા.૨૨ને શનિવારના રોજ કેન્દ્ર સરકારનાં નિતીઆયોગનાં સૌજન્યથી બાળકોમાં સર્જનાત્મકતા અને સંશોધન કૌશલ્યનાં સિંચન અને વિકાસ માટે ‘અટલ ટીંકરીંગ લેબ’નો શુભારંભ તા.૩૦-૦૩ ને શનિવારના રોજ ડા.અરૂણભાઇ દવે (લોકભારતી સણોસરા)ના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. ડા.સુધીરકુમાર જોશી (જિલ્લા આયુર્વેદ ઓફિસર, વડોદરા)ને ઉપરોક્ત શાળાનાં ‘અટલ ટીંકરીંગ લેબ’નાં મેન્ટર તરીકે નિતી આયોગ દિલ્હી દ્વારા નિમણુંક કરવામાં આવી. આજના દિવસે મેન્ટરનું પુસ્તક અને મોમેન્ટો દ્વારા સંસ્થાના સંચાલક / ટ્રસ્ટી પી.કે.મોરડીયાના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું. ડા.સુધીરકુમાર જોશીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણી બધી કોન્ફરન્સમાં પેપર પ્રેજન્ટેશન કરેલ છે. તેઓને બે રાજ્ય કક્ષાના એવોર્ડથી આપી સન્માનીત કરવામાં આવ્યા છે. તેઓએ ઘણા બધા પુસ્તકો પણ પ્રકાશીત કર્યા છે. હવેથી તેઓ ઉપરોક્ત શાળઆ ખાતે મેન્ટર તરીકે કાર્ય કરી વિદ્યાર્થીઓ દ્વારા વિવિદ પ્રકારનાં પ્રોજેક્ટ બનાવી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleગઢડામાં કૃભકો દ્વારા સહકારી પરિષદ યોજાઇ
Next articleભાવનગર બ્લડ બેંક દ્વારા વિશ્વ રક્તદાતા દિન ઉજવાયો