ગટર લાઇનની ટાંકીમાં સંતાડેલી ઇગ્લીંશ દારૂની ૧૧૦ પેટી ઝડપી લેતી ભાવ LCB

940

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તાનરમાં દારૂ જુગારની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા કલ્યાણસિંહ જોરૂભા જાડેજા ને સયુંકત બાતમીરાહે એવી હકિકત મળેલ છે. કે અગાઉ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના ગુન્હાઓ માં પકડાયેલ ઇસમ શકિતસિંહ ચકુભા રાયજાદા રહે. ખાટડી તા. ઘોઘા વાળાએ હિલપાર્ક સામેના ભાગે આવેલ  સીદસર બાયપાસ રોડ એન્જીનીયરીંગ સામે ના ભાગે રોડ ઉપર ઇલે. થાંભલો ઉપર લાખણકા-૧૧૪ વીએઆર લખેલ છે. અને સર્વે નંબર-૯૧ સામે રોડ પછીની સરકારી પડતર જમીનમાં ગટર લાઇનનું કામ શરૂ છે. તે ગટર લાઇનની ટાંકી ઓમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલો પડેલ છે. અને તે દારૂનો જથ્થો શકિતસિંહ ચકુભા રાયજાદા રહે.ખાટડી વાળા ત્યાંથી સગેવગે કરવાની તૈયારીમાં છે. તેવી હકિકત મળેલ હોય જે હકિકતની આઘારે સદરહું જગ્યા ઉપર રેઇડ કરતા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-૧૧૦ જેમાં ઇગ્લીંશ દારૂની કુલ બોટલ નંગ-૧૩૨૦ કુલ કિ.રૂ.૩,૯૬,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ અને વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી  શકિતસિંહ ચકુભા રાયજાદા રહે. ખાટડી વાળા વિરૂધ્ધમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફનાં જીતેન્દ્રસિંહ ઝાલા કલ્યાણસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ સરવૈયા, ઇમ્તીયાજખાન પઠાણ, વિઠ્ઠલભાઇ બારૈયા , તરૂણભાઇ નાંદવા તથા મનદિપસિંહ ગોહિલ વિગેર જોડાયા હતા.

Previous articleડો. શ્યામાપ્રસાદનો નિર્વાણદિન ઉજવાયો
Next articleસ્ટાર ટાઇગર શ્રોફ અને દિશા અલગ થયા હોવાના અહેવાલ