ન્યુઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે આજે ટ્રેન્ટબ્રિજમાં જંગ થશે

504

વર્લ્ડ કપમાં આવતીકાલે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે જંગ ખેંલાનાર છે. આ મેચ રોચક બની શકે છે. પાકિસ્તાને તેની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા પર જીત મેળવી હતી. આવી સ્થિતીમાં પાકિસ્તાનની ટીમ લડાયક દેખાઇ રહી છે. પ્રથમ સ્થાન પર ન્યુઝીલેન્ડની ટીમ રહેલી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા ૧૦ પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે જેથી બંને ટીમો પ્રથમ ક્રમ પર છે. ટોપની ટીમો હાલમાં આગામી દોરમાં પહોંચી ચુકી છે. બીજી બાજુ ભારતીય ટીમ નવ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ હાલમાં લડાયક મુડમાં છે. તેના તમામ ખેલાડી ફોર્મમાં હોવાથી ન્યુઝીલેન્ડ સામેની મેચ રોમાંચક બની શકે છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડની ટીમ છ મેચોમાં પાંચ જીત સાથે ૧૧ પોઇન્ટ ધરાવે છે. ન્યુઝીલેન્ડની ટીમ એકપણ મેચ હારી નથી જેથી તેની સામે પાકિસ્તાનની કસોટી થનાર છે.  પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે.  ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે.

એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે.મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. મેચ ખુબ રોમાંચક બને તેવા સંકેત છે.  વર્લ્ડ કપની આ મેચ રોમાંચક બની રહેશે. પાકિસ્તાની ચાહકો હાલામાં આશાવાદી બનેલા છે. બંને ટીમો નીચે મુજબ છે.

પાકિસ્તાન : સરફરાઝ અહેમદ, આસીફ અલી, બાબર આઝમ, ફખર ઝમાન, હેરિસ સોહેલ, હસન અલી, ઇમામ વસીમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ આમીર, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ હુસૈન, સાદાબ ખાન, શાહીન આફ્રિદી, શોએબ મલિક, વહાબ રિયાઝ

ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી,

Previous articleઈંગ્લેન્ડના કેપ્ટને સ્મિથ-વોર્નર માટે સન્માનની અપીલ કરવાનો ઈન્કાર કર્યો
Next articleરોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે