શહેરમાં ગાજ-વીજ સાથે બે ઇંચ વરસાદ

581

રાજ્યભરનાં અનેક જિલ્લાઓમાં બે દિવસથી શરૂ થયા બાદ આજે ભાવનગરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. આજે સવાર ગોરંભાયેલા વાદળો ગાજ-વીજ સાથે વરસ્યા હતા. જેના પગલે શહેરમાં બે ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવા ભારે ઝાપટા સહિત અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો હતો.

ભાવનગર શહેરમાં આજે સવારથી જ વાદળો ઘેરાતા વરસાદી માહોલ જામ્યો હતો. અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. જે એકાદ કલાક સુધી પડ્યા બાદ હળવો થયો હતો. જેના પગલે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. અને નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે આજે વરસાદ પડતા લોકોએ ન્હાવાનો લ્હાવો લીધો હતો તો બીજી તરફ સવારે નોકરી ધંધા ઉપર જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકો રસ્તા ઉપર ભરાયેલા પાણીનાં કારણે ફસાયા હતા.

ભાવનગર શહેર ઉપરાંત ઘોઘા અને તળાજા પંથકમાં પણ અડધો ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો. તેમજ ગારિયાધાર, મહુવા, શિહોર, પાલીતાણા પંથકમાં હળવા ભારે વરસાદનાં ઝાપટા પડ્યા હતા. આમ ભાવનગર જિલ્લામાં મેઘરાજાની વિધીવત પધરામણી થતા ખેડૂતોમાં ખુશી છવાઇ હતી.

Previous articleકુંભારવાડામાં વરસાદનાં વધામણા
Next articleસેક્સી ઇશાના નવા બોલ્ડ ફોટોશુટ્‌સની ફરીથી ચર્ચા