રાજુલા જાફરાબાદ પંથકમાં આવેલ સાંકડા પુલો રસ્તાઓને મોટા કરી ઓવરબ્રિજો મોટા કરવા માંગણી ઉઠી છે ગઇકાલે એક બસ ઢાળમાં પુલ નીચે ખાબકી હતી ત્યારે મોટી જાનહાની ન થાય તે માટે અગમચેતી પગલાં ભરવા રજુઆત કરવામાં આવી છે.
રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી, માર્કેટીંગયાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઇ પટેલ, બાલાભાઇ સાંખટ સહિતના આગેવાનોએ સરકારમાં રજુઆત કરતા જણાવ્યું હતું. કે રાજુલા દેવકા પર આવેલ પુલ કાતર જીવાપર પર આવેલ સાંકડો પુલ અને ઢાલ વાળો રસ્તો સહિતના ૧૦ જેટલા માર્ગો પર પહોળા કરી બ્રિજ ઉંચા બનાવવા ગુજરાત સરકારમાં રજુઆત કરવામાં આવી છે. તેમજ જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઇ શિયાળે આગામી સમયમાં યોજાનાર બજેટ સત્રમાં આ તમામ માર્ગો માટે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે.
















