પ્રાથમિક શિક્ષકોનાં પડતર પ્રશ્નો ઉકેલવાની રજૂઆત

458

રાજ્યભરની સાથે સાથ ભાવનગરમાં પણ નવા સત્રથી શૈક્ષણિક કાર્ય શરૂ થઇ ગયું છે. અને શિક્ષક ભાઇઓ-બહેનો પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે શિક્ષકોનાં વિવિધ પડતર પ્રશ્નો સત્વરે ઉકેલવાની માંગણી સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા શાસનાધિકારીને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.

સીપીએફ ખાતા ધારકોના નાણાં લગભગ છેલ્લા પંચ માસના પગારમાંથી કપાત થયેલા તેમના ખાતામાં જમા થયેલ નથી. વહેલી તકે જમા કરાવવા, જે વિદ્યાસહાયકો પૂરા પગારમાં આવી ગયા છે તેના સીપીએફ ખાતા ખોલવા ઝડપદતી કાર્યવાહી કરવી, સાતમાં પગાર પંચનો ત્રીજો હપ્તો બાકી છે જે વહેલીતકે ચૂકવવા બાકી હોય રજાનું રોકડ કે અન્ય જે બાકી હોય તે ચૂકવવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ક્રાયક્રમોમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોને આમંત્રણ આપવા અને તેમને યોગ્ય સ્થાન આપવા, શાળાઓના મુખ્ય શિક્ષકો (એચટીએટી)નું સીનીયોરીટી લીસ્ટ બહાર પાડવા તથા સીધી ભરતીથી આવેલ મુખ્ય શિક્ષકોને કાયમી થયાનો હુકમ જે ૨૦૧૨ની ભરતીથી બાકી છે તે આપવા, સળંગ નોકરી ગણી ઉપમોનો લાભ આપવા સહિતની મહાસંઘનાં હોદ્દેદારો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

Previous articleરાજસ્થાન સ્થિત દાતા પરિવાર દ્વારા બેલા ગામની સંસ્થા સહિત શાળામાં વસ્ત્રદાન
Next articleખુટવડા નજીક ૧૦૮ની ટીમ દ્વારા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતી કરાવાઇ