પાલિતાણા ખાતે રાજ્યના વ્યાયામ શિક્ષકોનો તાલીમવર્ગ યોજાયો

501

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના વ્યાયામ શિક્ષકો માટે વિવિધ રમતોની જાણકારી માટે ભાવનગર જિલ્લાના પાલિતાણાની હાઇસ્કૂલ ખાતે વર્કશોપ-સેમિનારનું ભાવનગર જિલ્લા રમતગમત કચેરી દ્વારા તા.૨૩,૨૪,૨૫ જૂન-૨૦૧૯ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ૩૨ જિલ્લા અને ૮ કોર્પોરેશનના ૭૪૭ વ્યાયામ શિક્ષકો હાજર રહ્યા હતા.

આ ત્રણ દિવસ દરમ્યાન વિવિધ રમતોનું પ્રેઝન્ટેશન અને પ્રેક્ટિકલ દ્વારા નિયમોની જાણકારી એસોસિયેશનના તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું. વર્કશોપના ઉદઘાટન પ્રસંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ભાવનગર જિલ્લાના ૮ નિવૃત્ત વ્યાયામ શિક્ષકો, આચાર્ય સંઘ અને માધ્યમિક સંઘના બિનહરીફ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે પાલિતાણા એજ્યુકેશન સોસાયટીના ચેરમેન મયૂરસિંહ સરવૈયાના હસ્તે ઉપસ્થિત સહભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ.અરુણ ભલાણી, બળદેવ દેસાઈ, સીમાબેન ગાંધી, રણજીતસિંહ વાઘેલા, આર કે ચોધરી, હરેશ મેતલિયા, જયેન્દ્ર ભુંગલિય સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

Previous articleખુટવડા નજીક ૧૦૮ની ટીમ દ્વારા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતી કરાવાઇ
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી