સિહોર શર્માપાર્ક વિસ્તારમાંથી ઇગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો

863

આગામી તા.૦૪/૦૭/ ૨૦૧૯ ના રોજ શિહોર શહરેમાં નિકળનાર ભગવાન જગન્નાથજી રથયાત્રા  અનુસંઘાને ભાવનગર રેન્જ ના ડી.આઇ.જી. અશોક કુમાર યાદવ તથા  ભાવનગર પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા અપાયેલ સૂચના આધારે  પાલીતાણા ડીવીઝન ના નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા દ્વારા શિહોર પો.સ્ટે. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.  પી.આર.સોલંકી તથા સ્ટાફનાં માણસોને શિહોર પો.સ્ટે વિસ્તારમાં દારૂ જુગારની બદી નાશ કરવા માટે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવેલ.

જે સૂચના અને માર્ગદર્શન હેઠળ  આજરોજ શિહોર ઇન્ચા. પો. ઈન્સ.  તથા સ્ટાફનાં માણસો શિહોર શહેર વિસ્તારમાં દારૂ જુગારની હકિકત મેળવવા કોમ્બીંગ ના. રા.  પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન બાતમીરાહે એવી હકિકત મળેલ છે. કે અગાઉ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના ગુન્હાઓ માં પકડાયેલ ઇસમ યોગેશ બાલકૃષ્ણ મહેતા રહે. શિહોર વાળાએ શર્માપાર્કમાં રહેણાંક મકાનમાં  ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો  છુપાવી રાખેલ છે. અને તે દારૂનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે. તેવી હકિકત મળેલ હોય જે હકિકતની આઘારે સદરહું જગ્યા ઉપર રેઇડ કરતા સુધીર મનસુખલાલ પંડ્યા રહે. મહાગૌતમેષ્વરનગર શિહોર વારો  પકડાઈ ગયેલ તથા યોગેશ મહેતા અંધારાનો લાભ લઈ દીવાલ કુદી નાસી છુટેલ તેમજ રહેણાંક મકાનેથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો અલગ અલગ બ્રાન્ડની બોટલો કુલ બોટલ નંગ-૭૬૭ તથા મોબાઈલ નંગ-૨ મળી કુલ કિ.રૂ.૨૫૮૧૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ.

આ સમગ્ર કામગીરીમાં શિહોર પો.સ્ટે.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. પી.આર.સોલંકી તથા સ્ટાફનાં આર.એન.ગોહીલ, પદુભા ગોહિલ, ગૌતમભાઈ રામાનુજ,  રામદેવસિંહ જાડેજા, જયતુભાઈ દેસાઈ, શકિતસિંહ સરવૈયા, બીજલભાઈ કરમટીયા, અશોકસિંહ ગોહિલ, કુલદિપસિંહ ગોહિલ, મહેશગીરી ગોસ્વામી તથા ભરતસિંહ ચુડાસમા વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

Previous articleપાલીતાણા પંથકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ
Next articleગઢાળાના યુવાનને સર્પ દંશ થતા ૧૦૮ની મદદથી સારવામાં ખસેડાયા