બરવાળા શિક્ષક સહકારી મંડળની વાર્ષિક બેઠક મળી.

414

બરવાળા તાલુકા શિક્ષક સહકારી મંડળીની સભા યોજવામાં આવી હતી જેમાં હરેશભાઈ ચાવડા (પ્રમુખ સાધારણ સભા) કલ્પેશભાઈ મોરી, નીલેશભાઈ  કણઝરીયા, પંકજભાઈ મુંધવા, મંડળીના કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નિવૃત થયેલ શિક્ષકોને સન્માનવામાં આવ્યા હતા.

બરવાળા બ્રાંચ કન્યા શાળા ખાતે બરવાળા તાલુકા શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં ગત નાણાકીય ૨૦૧૮-૧૯ વર્ષના હિસાબો રજુ કરવામાં આવ્યા હતા તેમજ મંડળીના હિતમાં વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત સભાસદો દ્વારા મંડળીને લગતી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ ગત વર્ષ દરમ્યાન બરવાળા તાલુકામાંથી નિવૃત થયેલા શિક્ષકોને મોમેન્ટો આપી સન્માનવામાં આવ્યા હતા તેમજ શિક્ષક મંડળીના સભાસદોના સંતાનો ધો.૧૦ તેમજ ધો.૧૨ માં એક થી ત્રણ નંબર મેળવી ઉતીર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓને મોમેન્ટો ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Previous articleરાજુલા ન.પા. દ્વારા આડેધડ થયેલા દબાણો દૂર કરાતા ધારાસભ્યને રજૂઆત
Next articleપાલીતાણામાં પૂર્વ ધારાસભ્ય દ્વારા વૃક્ષારોપણ અભિયાન