બરવાળામાં કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

687

બરવાળા મુકામે ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તેમજ નવા સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજેન્દ્રસિંહ ડોડીયા,નરેન્દ્રસિંહ અસ્વાર, અશોકસિંહ વાળા, વિજયસિંહ ડાભી, માધવસિંહ પઢીયાર,આંણદસિંહ ડોડીયા, ધર્મેન્દ્રસિંહ વેગડ,ચંદુભા રાઠોડ સહીતના કારડીયા રાજપૂત સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા કમલમ હોલ ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંગઠન દ્વારા સાતમો સરસ્વતી સન્માન સમારોહ તેમજ તાલુકાના નવા સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ રાજેન્દ્રસિંહ ડોડીયા કાર્યક્રમના અધ્યક્ષ સહીત ઉપસ્થીત આગેવાનોના વરદહસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ આગેવાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના ધો.૧ થી કોલેજ સુધીના તમામ અભ્યાસવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ તાલુકામાંથી નવા સરકારી કર્મચારીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, મોમેન્ટો આપી સન્માનવામાં આવ્યા હતા.આ પ્રસગે ઉપસ્થિત મંચસ્થ આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા જેમાં સમાજના લોકોમાં સંપ,સહકાર,એકતા તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ તરફ પ્રગતિ કરી શિક્ષણક્ષેત્રે આગળ વધી સમાજને ઉપયોગી થવા જેવી બાબતો ઉપર પ્રવચનો આપવામાં આવ્યા હતા.

Previous articleપાલીતાણામાં પૂર્વ ધારાસભ્ય દ્વારા વૃક્ષારોપણ અભિયાન
Next articleઇસ્કોન મેગા સીટીમાં સોસાયટીના સભ્યો દ્વારા ૫૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું