વિમ્બલ્ડન : ૧૫ વર્ષની કોરી ગોફની સિદ્ધિ, વીનસ વિલિયમ્સને આપ્યો પરાજય

443

ટેનિસની દુનિયાની નવી સ્ટાર કોરી ગોફે વિમ્બલ્ડનના પ્રથમ રાઉન્ડમાં મોટો અપસેટ કર્યો છે. ૧૫ વર્ષની કોરી ગોફે ટેનિસ કોર્ટ પર તે ખેલાડીને પરાજય આપ્યો જે તેની આદર્શ હતી. કોરી ગોફે ૬-૪, ૬-૪ના સીધા મુકાબલામાં પરાજય આપ્યો હતો. કોરી ગોફે જે મહિલાને હરાવી છે તે વિમ્બલ્ડનની ૫ વખત ચેમ્પિયન રહી ચુકી છે. આ મુકાબલો વિમ્બલ્ડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં રમાયો હતો. તેણે વીનસ વિલિયમ્સને પરાજય આપ્યો હતો. કોરી ગોફ વિમ્બલ્ડન માટે ક્વોલિફાઇ કરનારી સૌથી યુવા ખેલાડી હતી. આ જીત બાદ કોરી ગોફે કહ્યું, ’હું સુપર સોક્ડ થું, સાથે હું નસીબદાર છું કે વિમ્બલ્ડને મને વાઇલ્ડ કાર્ડ આપ્યું અને મને રમવાની તક મળી.’ ગોફે કહ્યું કે, મને ક્યારેય આશા નહતી કે હું આમ કરી શકીશ. ગોફે પ્રથમ સેટ ૩૫ મિનિટમાં જીત્યો હતો, પૂરા મેચ દરમિયાન તે નર્વસ ન દેખાઇ. આ મેચ જીત્યા બાદ ગોફે કહ્યું, ’મેં પહેલા પણ કહ્યું હતું કે મહાન બનવા ઈચ્છું છું, જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે મારા પિતાએ મને કહ્યું હતું કે, હું તેને કરી શકું છું, હા તમે તે સમયે વિશ્વાસ કરતા નહતા.’

Previous articleકુલી નંબર વનની રીમેકમાં કામ કરવા દિશાનો ઇન્કાર
Next articleગુમાવવા માટે કંઈ નથી, અંતિમ મેચમાં ભારતને હરાવી શકીએ : ડિસિલ્વા