કારમી હારથી ભડક્યો નિકોલસ પૂરન, કહ્યુંઃ ’ભારત સામે હારનો બદલો લઈશું’

543

વર્લ્ડકપમાં સતત સારુ પ્રદર્શન કરી રહેલી ટીમ ઇન્ડિયા હાલ સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી ચૂકી છે. બાંગ્લાદેશ સામે જીતની સાથે વર્લ્ડકપની સેમિ ફાઇનલની રેસમાં આગળ આવી ગઇ છે. જોકે ભારત સામેની કારમી હાર બાદ વેસ્ટ ઇન્ડિઝનો બેટ્‌સમેન નિકોલસ પૂરન ભડકી ગયો છે, તેને કહ્યું કે, અમે ભારત સામે હારનો બદલો જરૂર લઇશું.

આઇસીસીએ નિકોલસ પૂરનનો હવાલો આપતા જણાવ્યુ કે, “આ અમારા માટે ખરાબ ટૂર્નામેન્ટ રહી, જીતવા કરતાં ફેલ વધુ થયાં. અમે ઘણુબધુ શીખવા મળ્યુ છે. અમે ભારત સામેની સીરીઝ જીતીને બદલો લઇશુ.”

પૂરને કહ્યું કે, અમારી પાસે ઘણાબધા યુવા ખેલાડીઓ છે, હેટમેયર, શાઇ હૉપ અને ફેબિયન એલન ઘણુસારુ ક્રિકેટ રમી રહ્યાં છે. અમે ભારત સામેની આગામી સીરીઝમાં સારુ પ્રદર્શન કરીને ભારતને હરાવીશુ, અમે અમારુ ગુમાવેલુ સન્માન પાછુ મેળવીશુ.

નોંધનીય છે કે, વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને ૧૨૫ રનથી કારમી હાર આપી હતી, ભારતે પહેલા બેટિંગ કરતાં ૨૬૮ રન બનાવ્યા હતા, વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૧૪૩ રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. જોકે, વર્લ્ડકપ બાદ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સીરીઝ રમાવવાની છે.

Previous articleઅનુષ્કા શર્મા ફિલ્મી કેરિયર આગળ વધારવા માટે તૈયાર
Next articleવિશ્વકપ બાદ એમએસ ધોની ક્રિકેટમાંથી નિવૃતી લેશે..?!!