ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા ૧૨મા વિશ્વકપની ૪૫મી મેચ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિર માટે યાદગાર થવાની છે. આ દિવસે દક્ષિણ આફ્રિકા પોતાની અને વિશ્વકપની છેલ્લી લીગ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવા ઉતરશે. આ સિવાય આ મેચ ઇમરાન તાહિરની અંતિમ વનડે મેચ હશે. હકીકતમાં તાહિરે વનડે ક્રિકેટમાંથી નિવૃતી લેવાની તૈયારી કરી લીદી છે અને તેણે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. આ તેની ૧૦૭મી વનડે મેચ હશે.
દક્ષિણ આફ્રિકાના લેગ સ્પિનર તાહિરે કહ્યું કે, એક ટીમની જેમ અમે પણ સારી રીતે વિશ્વકપમાંથી વિદાય લેવા ઈચ્છીએ છીએ, અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું. આ મેચથી વનડે ક્રિકેટને અલવિદા કહેવાનો છું અને આ ખુબ ભાવનાત્મક થવાનું છે, પરંતુ મેં તેની માટે તૈયારી કરી લીધી છે. તેણે કહ્યું કે, હું સૌભાગ્યશાળી છું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો, જે મારૂ સપનું હતું. હું તે બધાનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું જેણે મારી આ યાત્રામાં મદદ કરી. ઇમરાન તાહિરે કહ્યું કે હું આફ્રિકી ટીમને લઈને ચિંતિત નથી કારણ કે અહીં ઘણા યુવા ખેલાડી છે અને સારા ખેલાડી આવી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે તેનામા ટેલેન્ટ છે અને થોડા અનુભવની જરૂર છે. ત્યારબાદ આફ્રિકા ક્રિકેટના તે મુકામ પર હશે જ્યાં બધા જોવા ઈચ્છે છે.

















