સ્ટુડન્ટ પાવર ગૃપના પ્રમુખ તરીકે એડવોકેટ અક્ષય ચુડાસમાની નિમણુંક

514

ભાવનગર શહેર અને જિલ્લામાં વિદ્યાર્થીઓનાં પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધીના ઉદ્દભવતા વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે કાર્યરત એવા સ્ટુડન્ટ પાવર ગૃપનાં નવનિયુક્ત પ્રમુખ તરીકે ધારાશાસ્ત્રી અક્ષય ચુડાસમાની તથા ઉપપ્રમુખ તરીકે વિશાળ રાઠોડની નિમણું કરવામાં આવી છે.

પ્રમુખ એવા ધારાશાસ્ત્રી ચુડાસમાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં અને કોલેજોમાં જે વિદ્યાર્થીઓનાં પ્રશ્ને ઉદ્દભવે છે અને વિદ્યાર્થીઓ ફુટબોલના દડાની જેમ ફેંકાતા રહે છે. તેવી સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે કોઇપણ રાજકિય પક્ષ સાથે નહિં પરંતુ તટસ્થ અને બીન પક્ષકીય એવા સ્ટુડન્ટ પાવર ગૃપમાં આગામી દિવસોમાં શહેર અને જિલ્લામાં આવેલ કોલેજોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓની નિમણુંક કરવામાં આવશે. અને ગૃપને વધુ મજબુત બનાવવામાં આવશે.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleરથયાત્રા સરદાર યુવા મંડળનો ફ્લોટ બીજા નંબરે