મહુવાના દુષ્કર્મનાં ફરાર આરોપીને ઝડપી લેતી ભાવનગર એલસીબી

716

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પોલીસ સ્ટેશન  વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન તરૂણભાઇ નાંદવા ભદ્રેશભાઇ પંડયાને સયુંકત બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પીન્ટુ ઉર્ફે ભાવેશ કલાભાઇ ભીલ  રહે. પઢીયારકા વાળો મહુવા રાજુલા રોડ ઉપર આવેલ શંકર ભગવાનના મંદિર પાસે ઉભો છે. તેવી હકિકત મળતા મહુવા રાજુલા રોડ ઉપર શંકર ભગવાનના મંદિર પાસેથી બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા ઇસમને પકડી નામ સરનામું પીન્ટુ ઉર્ફે ભાવેશ કલાભાઇ ભીલ ઉવ.૨૪ રહે. પઢીયારકા તા. મહુવાવાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતાને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે મહુવા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Previous articleપ્રકૃતિ પ્રેમી ડા.શૈલેષ જાનીના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા ૨૩ વૃક્ષોનું વૃક્ષારોપણ
Next articleકપીરાજ પોલીસ ચોકીએ..!!