રાજુલા તા.પં.ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ – ભાજપનો સીધો જંગ

471

રાજુલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ સામે સીધો જંગ કોંગ્રેસનો આજે ૨ અપક્ષના ઉમેદવારીપત્રક પરત ખેંચાતા હતા.

જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકા પંચાયતનો રસાકસી ભર્યો માહોલ છે. ૬ બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઇ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ચંદ્રાબેન ચાંપરાજભાઇ બેપારીયા સહિતના ૬ સભ્યોએ ઉમેદવારી પત્રક ભર્યા હતા. હવે ૮મીએ ફોર્મની ચકાસણી થશે બાદમાં ૨૧મીએ મતદાન થશે.

હાલમાં ભાજપ પાસે ૯ સભ્યો છે કોંગ્રેસ પાસે ૬ સભ્યો છે ભાજપને માત્ર ૩ સભ્યોની ઘટ છે. જ્યોર કોંગ્રેસે તમામ ૬ બેઠકો કબ્જે કરે તો તાલુકા પંચાયત કબ્જે થાય તેમ છે.

આજે ઉમેદવારી પત્રક ખેંચવાની છેલ્લી તારીખે ૨ અપક્ષ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા છે. ત્યારે હવે ભાજપ સામે કોંગ્રેસનો સીધો જંગ રહેશે. આ ૬ બેઠકોની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ હાલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

રાજુલા તાલુકા ભાજપ આગેવાનોની બેઠક મળી

પૂર્વ સસદીય મચીવ હિરાભાઇ સોલંકીએ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણના માર્ગદર્શન તળે રાજુલા તાલુાકાની ભાજપ ટીમની બેઠક મળી હતી. ભાજપ તાલુકાના પ્રમુખ ભોળાભાઇ લાડુમોર / જિલ્લા પંયાયતના સુકલભાઇ બદલાણીયા, તાલુાક પંચાયતના જીલુભાઇ બારૈયા સહિત સમાજના અગ્રણી અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ અરજણભાઇ વાઘ, વલ્કુભાઇ બોસ, પ્રતાપભાઇ મકવાણા, કનુભાઇ ધાખડા, પીઠાભાઇ નકુમ પ્રતાપભાઇ બેપારીયા, તખુભાઇ ધાખડા, અરજણભાઇ લાખણોત્રા નો એવો દાવો છે કે ભલે ભાજપને ફાળે જશે એ માટે ભાજપની ટીમ દરેક ગામડામાં ડોર ટુ ડોર ના સર્વે કરતા લોકમત જાણવા મળે છે.

Previous articleમાનસિક તાણ (ટેન્શન), તનાવ ઘટાડવાની ૩૩ અણમોલ વાતો
Next articleકાપડીયાળી સ્કુલમાં ટીંબી જનજાગૃતિ