મહુવા ખાતે મુસ્લિમ એકતા મંચનુ ભવ્ય સંમેલન યોજાયું

337

મહુવા મા સૌ પ્રથમ વાર મુસ્લિમ એકતા મંચ નુ ભવ્ય સમેલન ગઈ કાલે રાત્રે ફાતેમા સોસયટી સમા હોલ ખાતે રાખવા મા આવ્યું હતું. મહુવા મા મુસ્લિમ સમાજ પર થઈ રહેલ દમન ના પગલે અને સમાજ ના ઊઠાન માટે તેમજ સમાજ મા શિક્ષણ, સમ્પ, સેવા અને સંગઠન ને વધુ મા વધુ મજબૂત કરવા માટે તેમજ તમામ ફિરકા પરસ્તી અને અકીદા ઓ થી દૂર રહી ને તમામ લોકો ને એક મંચ પર લાવવા માટે આ સંમેલન યોજવા મા આવ્યું હતું અને સભ્ય નોંધણી કરવા મા પણ આવી હતી જેમા હજારો ની સંખ્યા મા યુવાનો જોડાયા હતા  આ કાર્ય ક્ર્‌મ ને સફળ બનાવવા ખાસ કરી ને મુસ્લિમ એકતા મંચ ના અધ્યક્ષ ઇમ્તિયાઝ પઠાણ અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા અને ઇમ્તીયાજ પઠાણે પોતના પ્રવચન મા સિંહ ગર્જના કરી ને સમાજ પર થઈ રહેલા અન્યાય સામે ન્યાય મેળવવા એક થઈ ને લડવા સડક થી લઈ ને સંસદ સુધી જવા માટે તેયારી દર્શાવી હતી આ તકે  મહુવા ના તમામ સામજિક, રાજકીય આગેવાનો અને મહુવા તેમજ આજુબાજુ ના ગામો માંથી હજારો ની  સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા હતા.