ખેડૂતવાસનો ગોડીયો ૪ જિલ્લામાંથી હદપાર

878

ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખેડુતવાસમાં અવાર નવાર પ્રાણઘાતક હથીયારો સાથે નિકળી માણસોની જીંદગી જોખમમાં મુકી ઇજા પહોચાડતા ભરતભાઇ ઉર્ફે ગોડીયો લક્ષમણભાઇ સોલંકી ઉવ.૩૩, રહે.ખેડુતવાસ, વિમાના દવાખાના પાસે ભાવનગર વાળાના હદપારના કાગળો તૈયાર કરી ભાવનગર એસ.ડી.એમ.ને મોકલતા ભાવનગર જીલ્લાને અડીને આવેલ ચાર જીલ્લામાંથી હદપાર કરવાની હદપારી દરખાસ્ત એક વષઁ માટેની મંજુર થઇ આવતા ડી સ્ટાફ પોલીસ કોન્સ. ફારૂકભાઇ મહીડા તથા ખેગારસિહ ગોહીલે તેને દબોચી હદપારીની બજવણી કરી સુરત જીલ્લા ખાતે મોકલી આપેલ છે.

Previous articleરાણપુરમાં પાણીની લાઈન લીકેજ ૭૦ ટકા પાણીનો વેડફાટ, લોકોમાં ભારે રોષ
Next articleઅપહરણનાં ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો