ખેતી માટે વીજ કનેક્શનની ૮૭૦ જેટલી અરજીઓ પડતર

566

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાને ડાર્ક ઝોનમાંથી મુક્તી આપી દીધી હોવા છતા હજી પણ જિલ્લામાં ખેડૂતોની ૮૭૦ વીજ જોડાણની અરજીઓ પેન્ડીગ છે. જેમાં સૌથી વધુ દહેગામ તાલુકામાં ૫૫૪, ગાંધીનગરના ૧૨૯, કલોલમાં ૧૧૮ અને માણસામાં ૭૯ જેટલા ખેડૂતોને હજી સુધી વીજ જોડાણ આપવામાં આવ્યા નથી.  જેમાં પ૮ કરતાં વધુ અરજીઓ તો બે વર્ષથી વધુ સમયથી પડતર છે.

આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે પરંતુ દેશમાં સૌથી વધુ અગવડ ખેડુતોને જ આપવામાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં ખેડૂતો લક્ષી રાષ્ટ્રીયકક્ષાની સમિટો કરીને તેનું પ્રદર્ષન કરી કરોડો રૂપિયોનો ધુમાડો કરનાર રાજ્યના મુખ્ય પ્રધાન જ્યાં બેસે છે તે ગાંધીનગર જિલ્લામાં જ ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવતા નથી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર જિલ્લામાં તા.૩૧-પ-૨૦૧૯ની સ્થિતિ સુધીમાં ખેડૂતોની વીજ જોડાણ માટેની ૮૭૦ અરજીઓ પડતર છે. જેમાં દહેગામ તાલુકામાં ૫૫૪  જેટલા ખેડુતોએ વારંવાર વીજ જોડાણ માટે અરજીઓ કરી હોવા છતા તેમને વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી.

તો બીજીબાજુ ગાંધીનગર તાલુકામાં પણ ૧૨૯ ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી. એટલુ જ નહીં, જિલ્લાના માણસા તાલુકાના ૭૯ ખેડૂતોને તેમજ કલોલ તાલુકાના ૧૧૮ ખેડૂતોએ વીજ કનેક્શનની અરજીઓ કરી હોવા છતા તેમને ખેતી માટે પણ વીજળીનું કનેક્શન આપવામાં આવ્યું નથી.

આ અરજીઓ પૈકી પ૮ જેટલી અરજીઓ તો બે વર્ષ અગાઉની છે. તત્કાલ વીજ જોડાણ માંગનાર ૧૧ જેટલા ખેડૂતોને પણ સમયસર વીજ જોડાણ આપવામાંઆવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાને ગત વર્ષે ડાર્કઝોનમાંથી સરકાર દ્વારા મુક્ત કરી દેવામાં આવ્યો હોવા છતા પણ જિલ્લામાં વીજ જોડાણ માટેની એક જ વર્ષમાં ઢગલાબંધ અરજીઓ આવે છે તે સરકારની કામગીરી સામે ઘણા પ્રશ્નાર્થ ઉભા કરે છે.

Previous articleઊંઝામાં વેપારી સાથે વિશ્વાસઘાત : મહેતાએ બારોબાર ૧૮ લાખનું જીરું વેચી નાખ્યું
Next articleવગર વરસાદે જિલ્લામાં ૫૫ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર