ઉગામેડી ગામે થયેલ હત્યાના નાસી ગયેલ બે પૈકી મુખ્ય આરોપીને ઝડપી લેતી ગઢડા પોલીસ

1056

બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે થયેલ મર્ડરના નાસી ગયેલ બે આરોપીઓ પૈકી મુખ્ય આરોપીને ઝડપી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમે ઝડપી લીધો હતો.

ગઇ તા.૦૯/૦૭/૧૯ ના રોજ રાત્રીના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે થયેલ ખુનના બનાવ સંદર્ભે દાખલ થયેલ ગુન્હાના આરોપીઓ ખુન કરી નાસી ગયેલ હોય જેને તાત્કાલીક પકડી પાડવાની સુચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ ગઢડા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહીલ સ્ટાફના ભગીરથસિંહ ગોહીલ, હેમરાજભાઇ બારડ, મહેશભાઇ બાવળીયા નાઓએ આ ગુન્હાના કુલ-૦૩ આરોપીઓ પૈકી એક આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડેલ હતો અને નાસી ગયેલ બે આરોપીઓ પૈકી મુખ્ય આરોપી મહેશ વાલજીભાઇ પરમાર રહે.ઉગામેડી ગામ તા.ગઢડા જી.બોટાદ વાળાને આજરોજ જનડા ગામની સીમમાંથી જડપી પાડી પો.સ્ટે. લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.