શરીર સંબંધી કેસોમાં સંડોવાયેલા બોટાદના શખ્સને હદપાર કરાયો

523

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર તથા બોટાદ જિલ્લાના પોલીસ અધીક્ષક હર્ષદ મહેતાએ બોટાદ શહેરમાં શાંતી અને સલામતી જળવાય રહે તે માટે શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ માથભારે ઇસમો સામે બોટાદ જિલ્લામાંથી હદપારી કરવા સુચન કરેલ હોય જેથી બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા હદપારીની કાર્યવાહી કરતા બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા અને અવાર-નવાર મારા-મારી કરવાની ટેવવાળા અને માથાભારે ઇસમ કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે. બોટાદ મંગળપરા વાળાને બોટાદ જિલ્લો તેમજ બોટાદ જીલ્લાને અડીને આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અને અમદાવાદ જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરવાની કાર્યવાહી કરી મજકુર માથાભારે ઇસમને બોટાદ પોલીસ દ્વારા હદપાર કરી દેવભુમિ દ્વારકા જિલ્લા ખાતે મોકલી આપેલ છે.

Previous articleવડોદરા જેલમાંથી જામીન પરથી ફરાર થયેલ હત્યાનાં આરોપીને ઝડપી લેતી બોટાદ પોલીસ
Next articleશ્રમિક પરિવારોને પગરખાં વિતરણ