ગાંધીજીના હત્યારાનું સમર્થન કરનારા લોકો સામે અમદાવાદના લોકોએ પોસ્ટકાર્ડ યુદ્ધ શરૂ કર્યું

496

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા ગોડસેને સમર્થન કરનારા તેમજ તેમને દેશભક્ત ગણાવનારા લોકોની સાન ઠેકાણે લાવવા માટે અમદાવાદના કેટલાક ગાંધીપ્રેમી યુવાનો મેદાનમાં પડ્‌યા છે. આવા યુવાનોએ છેલ્લા છ રવિવારથી ગાંધી વિરોધીઓને ગાંધીની વિચારધારાથી માહિતગાર કરવા માટે પોસ્ટકાર્ડ યુદ્ધ શરૂ કર્યું છે. ૯મી જૂને રવિવારે સાબરમતીમાં આવેલા ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના સમર્થકો લોકોને પોસ્ટ કાર્ડ લખાયા હતા

ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુર, ઇન્દૌરના મેયર અને ધારાસભ્ય ઉષા ઠાકુર તેમજ મહારાષ્ટ્રના ૈંઁજી અધિકારી નિધિ ચૌધરીને ’ગાંધી વિચાર’થી વાકેફ કરાવવા ત્રણેયને એક એક પોસ્ટકાર્ડ લખવાનું શરૂ કરાયું છે. ઉપરાંત ’સબકો સન્મતિ દે ભગવાન’ની પ્રાર્થના કરવા જવાનું આયોજન કર્યું છે. બીજીબાજુ આઈબીના અધિકારીઓને આ અંગેની જાણ થતા તેઓએ ગાંધી વિરોધીઓને પોસ્ટ કાર્ડ લખતા યુવાનોને ધમકાવ્યા છે એટલું જ નહીં તમે શા માટે પુષ્કળ લખતા પહેલા પોલીસની મંજૂરી લીધી નથી તેનો ખુલાસો પણ પૂછ્યો છે તેમજ આઇબીની ઓફિસે આવીને જવાબ લખવા આવી જવાનો આદેશ આપ્યો છે.

પોલીસના આવા વર્તનને કારણે ગાંધીની વિચારસરણી ધરાવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે દેશના રાષ્ટ્રપિતાએ સ્થાપેલા ગાંધી આશ્રમ કે ગાંધીજીએ સ્થાપેલા અન્ય સ્મારકોમાં જતા પહેલા કે તેમાં બેસીને પોસ્ટકાર્ડ લખતા પહેલા પોલીસની મંજૂરી શા માટે લેવાની? આ પ્રશ્ન ગાંધી પ્રેમીઓને અપનાવ્યો છે આખરે આ યુવાનો એ સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે તેમજ સોશિયલ મીડિયા પર આ સંદર્ભમાં મેસેજ વાયરલ કરવાનું શરૂ કર્યું છે.

Previous articleગુરુ પૂર્ણિમા નિમિતે શામળાજીમાં મોટો મહોત્સવ, રાત્રે ૧ વાગ્યા સુધી મંદિર ખુલ્લું
Next articleકૂતરાંનો આતંક : વધુ ૮ ને કૂતરાંએ બચકાં ભર્યા, સિવિલમાં રસી ખુટી