કૂતરાંનો આતંક : વધુ ૮ ને કૂતરાંએ બચકાં ભર્યા, સિવિલમાં રસી ખુટી

465

પાલનપુર સહિત જિલ્લામાં કૂતરાંનો આતંક વધી રહ્યો છે ત્યારે સોમવારે વધુ આઠ લોકોને બચકાં ભરતાં રસી લેવા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લોકોનો ધસારો વધતાં રસી પણ ખુટી પડી હતી.જિલ્લામાં કૂતરાં કરડવાના બનાવને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે.રવિવારે ૨૨ લોકોને કૂતરા કરડ્‌યા હતા.પાલનપુરના ડેરી રોડ વિસ્તારમાં રહેતા સુરેશ નામના ૮ વર્ષીય બાળકને ઘરના આંગણે રમતા રમતા કૂતરું કરડ્‌યું હતું.

બનાસકાંઠામાં કૂતરાંએ રીતસર આતંક મચાવી લોકને બચકાં ભરી રહ્યા છે.ડીસા બાદ પાલનપુરના ડેરી રોડ વિસ્તારમાં રહેતા સુરેશ નામના ૮ વર્ષીય બાળકને ઘરના આંગણે રમતા રમતા કૂતરું કરડ્‌યું હતું.બીજી બાજુ રવિવાર અને સોમવાર બપોર સુધીમાં ૩૦ લોકોએ સિવિલમાં રસી લીધી હતી. સામાન્ય રીતે હડકવા ન થાય તેને લઇ જે તે પીએસસી તેમજ સીએચસી ખાતે જ હડકવાની રસી આપી દેવામા આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સરકાર પાસે હડકવાની રસી ખુટી જતા જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રો સહીત સિવિલ હોસ્પિટલોમાં રસી પહોચાડાતી ન હતી. ત્યારે મોટા ભાગના લોકો હડકવાની રસી લેવા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દોડતા થયા હતા.શુક્રવારે પાલનપુરની સિવિલ હોસ્પીટલમાં રસી ખુટી ગઇ હતી.

જેને લઇ સરકારને રજૂઆત કરાઇ પરંતુ સરકાર દ્વારા રસી પુરી ન પડાતા તંત્ર દ્વારા શનિવારે ૫૦ જેટલા વેક્શિન વેચાતા ખરીદ્યા હતા.પરંતુ રવિવારે જ કૂતરા કરડેલા ૨૨ લોકોએ સિવિલમાં રસી લઇ લેતા સોમવારે બપોર સુધી ૮ લોકોએ રસી લઈ લીધા બાદ રસી ખુટી ગઇ હતી.ત્યારે પાલનપુરના ડેરી રોડ વિસ્તારમાં રહેતા સુરેશ નામના ૮ વર્ષીય બાળકને ઘરના આંગણે રમતા રમતા કૂતરું કરડ્‌યું હતું.જેને સારવાર અર્થે તેના પિતા પ્રકાશભાઇ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ દોડી આવ્યા હતા.પરંતુ હોસ્પિટલમાં રસી ન હોવાને કારણે તબીબે બજારમાંથી રસી લાવવાનુ કહ્યુ પરંતુ બજારમાં પણ રસી ન મળતાં છેવટે બાળકને ઈજા થયેલા ભાગે ડ્રેસિંગ કરાવી પરત વીલે મોઢે ઘરે ફરવું પડ્‌યું હતું. ઠેર ઠેર રસીની અછતને લઈ દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સરકાર દ્વારા વહેલી તકે રસી પુરી પડાય તેવી માંગ ઉઠી છે. પાલનપુર સિવિલમાં હડકવાની રસીની શુક્રવારે અછત જણાતાં શનિવારે ૫૦ જેટલા વેક્સીન વેચાતા ખરીદવા પડ્‌યા હતા.

મોટે ભાગે જો હડકાયુ કુતરૂ કરડે તો જ હડકવા ઉભરતો હોય છે.પરંતુ કરડનારૂ કુતરૂ હડકાયુ હતુ કે કેમ તે મોટે ભાગે ક્કી કરી શકતા નથી તેથી આગોતર પગલામાં રસી લેતા હોય છે. જ્યારે હડકાયુ કુતરૂ કરડ્‌યા બાદ અમુક દિવસો કે વર્ષો પછી હડકવા ઉપડી શકે છે.

Previous articleગાંધીજીના હત્યારાનું સમર્થન કરનારા લોકો સામે અમદાવાદના લોકોએ પોસ્ટકાર્ડ યુદ્ધ શરૂ કર્યું
Next articleલુપ્ત થઇ રહેલાં રેવીદેવી ઘુવડનું રેસ્ક્યુ કરવામાં આવ્યું