બાબરામાં પ્લાસ્ટીક ઝબલાં વાપરનારા ઉપર નગરપાલિકા આંકરા પાણીએ !

505

બાબરા શહેર માં રોજ બરોજ ના ઉપયોગ માં લેવામાં આવતા પ્રતિબંધિત પ્લાસ્ટિક સહિત ના ઝભલા સામે બાબરા પાલિકા ના નવનિયુક્ત ચીફ ઓફિસર શ્રી ખીમસુરિયા દ્વારા પાલિકા ટીમ સાથે ૧૦૦ થી વધુ વેપારી પેઢી સહિત ખાણી પીણી ના લારી ગલ્લા નું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી અને તેર વેપારી પાસે થી ટોકન સ્વરૂપે રોકડ માં રૂ.૧૩૦૦ ના દંડ ની વસુલાત કરવા માં આવી છે અને આવતા દિવસો ના દબાણ સહિત ની ઝુંબેશ નગરપાલિકા પાલિકા તંત્ર આગળ વધારનાર હોવાનું જાણવા મળે છે

બાબરા પાલિકા ટીમ દ્વારા આજે પોલીસ પ્રોટેક્સન અને અધિકારી વર્ગ ને સાથે રાખી બાબરા ની મુખ્ય બઝાર બસ સ્ટેશન સહિત માં પ્લાસ્ટિક ઝભલા અંગે અગાઉ આપેલા સુચના અલ્ટીમેટમ આધારે તપાસ હાથ ધરી હતી સાથોસાથ ખાણી પીણી ના દુકાનદારો ને ખાધ સામગ્રી ખુલ્લા માં નહી રાખવા તેમજ હોટલ રેસ્ટોરન્ટ માં ફરજીયાત આગ અકસ્માત સમય માટે સેફટી સમાન રાખવા સૂચનો આપ્યા હતા.

પાલિકા તંત્ર વર્તુળ ના અધિકારી ઓ એ શહેર માં આવેલ ગલી મહોલ્લા ના દુકાનો માં પગપાળા ફૂટ માર્ચ સાથે હાથ ધરેલી કામગીરી હેલ્થ વર્તુળ દ્વારા આવકારવા માં આવી હતી

થોડા દિવસો પહેલા નગરપાલિકા માં ચાર્જ સંભાળનાર કાર્યદ્‌ક્ષ અધિકારી ખીમસુરીયા દ્વારા ગ્રામ્ય સુખાકારી અને નિયમ બદ્ધ રહેવા કરેલી કામગીરી સમયે સેનિટેશન વિભાગ ના નિમાવત તેમજ ધર્મેન્દ્રભાઈ વાળા સાથે રહ્યા હતા.

Previous articleજાફરાબાદમાં દારૂના જથ્થા સાથે મહિન્દ્રા પીક અપ ઝડપી લેતી પોલીસ
Next articleનવાગામ ખાતે ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરી વૈજ્ઞાનિક ઢબે કરાય છે કચરાનો નિકાલ