વરસાદને વિનવવા રાજુલાથી ભંડારિયા સુધીની પદયાત્રા યોજાઈ

593

વરસાદને વિનવવા ૩ કી.મી. લાંબી ર૦ કી.મી.ની પદયાત્રા રાજુલાથી ભંડારીયા સુધીની પદયાત્રામાં લોકો જોડાયા હતાં. રાજસત્તા પણ ધર્મસત્તાના શરણે ખુદ પુર્વ ધારાસભ્ય નગરપાલિકાના સત્તાધીશો પગપાળા ચાલ્યા હતાં.

મેઘરાજા રિસાયા છે ત્યારે રાજુલા જાફરાબાદમાં મેઘરાજાને વિનવવા માટે પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ભાવિકોએ પ્રાર્થના કરી હતી.

રાજુલાના કેસરીનંદન હનુમાનજી મંદિરથી પ્રસિદ્ધ ભંડારિયા હનુમાનજી મંદિર સુધીની ર૦ કિ.મી.ની લાંબી પદયાત્રા યોજાઈ હતી. ૩ કિ.મી. લાંબી પદયાત્રામાં ભાવિકો જોડાયા હતાં. પ્રાર્થના કરી હતી.

Previous articleસમગ્ર ગુજરાતમાં મેઘ મહેર : ભારે પવન સાથે વરસાદ
Next articleગારિયાધારમાં ૧ ઈંચ તથા પંથકમાં દોઢથી અઢી ઈંચ જેટલો ધીંગો વરસાદ