ભાવનગરનુ ગૌરવ વધારતા ડાન્સ ટેમ્પલ એકેડમીના બાળ કલાકારો

689

તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ ઓપન ગુજરાત ડાન્સ ચૈમ્પીયનશીપ વોલ્યુમ ૧ની ઈવેન્ટમાં રાજયભરના કુલ પ૦૦થી વધુ બળા કલાકારોએ ભાગ લીધલ હતો. જેમાં ભાવનગર શહેરના ડાન્સ ટેમ્પલ એકેડમીના ફોરમ દવે, સુહાના રાજપુરા, તન્વી ઉપાધ્યાય, મનસ્વી પરમાર, ધાર્મિક ઉપાધ્યાય. હર્ષ કનાડા, કહાન મકવાણા, પ્રિયંકા ધ્રાંગધરીયા, ધ્રુમીલ ચંદારાણા, રૂદ્ર શિહોરા, અકમલ રફાઈ, તુષા કલવાણી, સુભષ જોષી, સંયમ શાહ, વૃન્દ્રા ભટ્ટ, વિગેરે બાળકલાકારોને ડાન્સ પ્લસ ૪ના વિજેતા જજ ચેતન સાલુન્ખે હસ્તે ગ્રુપ ડાન્સ ટ્રોફી ૧ અને ડયુએટ ડાન્સ ટ્રોફી ૩ અને સોલો ડાન્સ ૧ એમ કુલ પ ટ્રોફી મેળવીને ભાવનગર કલાનગરીનું અને ડાન્સ ટેમ્પલ એકેડમીનું ગૌરવ વધારેલ છે. આ બાળ કલાકારોને ડાન્સ ટેમ્પલ એકેડમીના ગૌસ્વામી સંજુસર, સીરમલ ઈરાસર, રફાઈ રમીઝ સર, ગોહિલ ધર્મેન્દ્રસર દ્વારા સઘન તાલીમ મેળવેલ છે. ભાવનગર શહેરના આ મોસ્ટ ટેલેન્ટેડ અનમોલ રત્નોને સ્થાનીક વિવિધ આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે.

Previous articleસોનગઢની ગુરૂકુળ વિવિધલક્ષી હાઈ.માં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
Next articleભાષા શુદ્ધિનો આગ્રહ ચારિત્ર્ય શુદ્ધિનો જનક બને છે  – પ્રા. ડૉ. રક્ષાબહેનપ્ર.દવે