રાજુલાની શાળાઓ દ્વારા નિયમોનું પાલન કરવા NSUIનું અલ્ટીમેટમ

484

તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ જાહેરનામામાં ખાનગી શાળાઓના શિક્ષકો દ્વારા લેવામાં આવતા ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. એનએસયુઆઇની તપાસ દરમ્યાન રાજુલાની મોટાભાગની શાળાઓના શિક્ષકો દ્વારા ટ્યુશન ક્લાસ લેવામાં આવતા હતા. રાજુલા એનએસયુઆઇ દ્વારા તમામ ખાનગી શાળાઓને જાણ કરવામાં આવી અને શાળાના નોટીસ બોર્ડ પર શાળાના શિક્ષકો ટ્યુશન ક્લાસ લેતા નહી જેવી નોટીસ મુકવામાં આવી અને નિયમનું પાલન કરવામાં નહિં આવે તો શિક્ષક અને શાળા સંચાલકો જવાબદાર રહેશે. તેમ એનએસયુઆઇ પ્રમુખ રવિરાજભાઇ ધાખડા દ્વારા ચીમકી અપાયેલ.

Previous articleસ્ટેમ્પ ડ્યુટીની રકમમાં વધારો સુચવતુ બિલ પસાર
Next articleરાજુલાના ખેરા ગામમાં કોળી સમાજના સમુહ લગ્ન યોજાયા