છેલ્લા બે મહીના થી લાઈટ ના ધાધયા રીપેરીંગ ના બહાને રોજ રોજ કલાકો સુધી વિજળી ગુલ કરી દેવામાં આવી રહી છે.વરસાદી સીઝન લોકોને રાહત મળે તે હેતુસર સમયસર વિજ પુરવઠો ફાળવવાને બદલે અવારનવાર વિજળી ગુલ કરી દેવાની ટેવ બોર્ડ છોડતું નથી.
ચોમાસા દરમિયાન ફોલ્ટ રીપેરીંગ કરવાનાં બહાના હેઠળ ઢસા શહેરનાં લોકોને પરસેવે રેબઝેબ કરી દેવામાં આવે છે છેલ્લા બે મહીના થી લાઈટ ના ધાધયા રીપેરીંગ ના બહાને રોજ રોજ કલાકો સુધી વિજકાપ લાદી લોકોને શારીરીક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવેલ વારમ વાર સજાર્યે રહેલ વીજ ધાંધિયા ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
અને આ અંગે વીજબોર્ડ ની કચેરી ખાતે ટેલીફોનીક પુછપરછ કરવા માંગતા ગ્રામજનો કા લેન્ડલાઈન નુ રીસીવર નીચે મુકી દેવામાં આવે છે કયારેક ફોન લાગે તો એક જ જવાબ
આપવામાં આવે છે રીપેરીંગ ચાલે છે રોજ રોજ રીપેરીંગ ચાલ છે તો ગ્રામજનો ને હેરાનગતિ ભોગવવાની તૈયારી રાખવી પડ છે. તો આગેવાનો કે તંત્ર દ્વારા કેમ ધ્યાન દેવામાં નથી આવતી . ગ્રામજનો ની ફરીયાદ મુજબ ફોલ્ટ ના કારણે વારંવાર સજાર્યે રહેલ વીજ ધાંધિયા આગામી દિવસોમાં સારો વરસાદ પડશે તો આળસુ તેમજ બેદરકાર તંત્ર લોકોને પરેશાન કરવામાં કોય પણ જાત ની કચાશ બાકી રાખશે નહી. દર શુક્રવારે આખો આખો દિવસ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે પરંતુ તેમ છતાં ફોલ્ટ ને રીપેરીંગ કરવાં માં નિષ્ફળ મળી રહે છે ત્યારે બીજી બાજુ કાયદેસર નો વીજ પુરવઠો ભોગવી રહેલાં ગ્રામજનો ને હેરાન પરેશાન કરવાની મજા માણી રહેલાં કર્મચારીઓ ની સામે પંગલાઓ કેમ લેવામાં આવતાં નથી.
સમયસર વિજળી ના મળવાને કારણે લોકો અકળામણ અનુભવી રહીયા છે. પી.જી.વી.સી.એલ ની આવી ધોર બેદરકારી થી શહેરીજનો ભારે નારજગી વ્યક્ત કરી રહેલ છે.
















