શહેરની ઘનશ્યામનગર પ્રાથમિક શાળામાં ચંદ્રયાન-૨ વિશે માહિતી અપાઇ

607

ઘનશ્યામનગર પ્રા. શાળાના બાળકોને  ચંદ્રયાન ૨ વિશે માહિતી આપવામાં આવી.  જેમાં ભારત દ્વારા  ચંદ્રના  દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં મોકલવામાં આવેલ ચંદ્રયાન ૨ ના વિવિધ ભાગો ઓર્બિટર,  વિક્રમ લેન્ડર,  પ્રજ્ઞાન રોવર. તેમજ વિવિધ સાધનો, તેમનું વજન, ગતિ, તેમની કામગીરી, ઉપયોગિતા ,તેમની સામેના પડકારો વગેરે વિશે માહિતી આપવામાં આવી.  તેમજ ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર વ્યક્તિ નીલ આર્મસ્ટ્રૉંગ અને ભારત દ્વારા અગાઉ  મોકલવામાં આવેલ ચંદ્રયાન ૧ વિશે માહિતી આપવામાં આવી.      આ અંગે વિવિધ વિડિયો ક્લીપ,ચાટ્‌ર્સ,ચિત્રો, વિવિધ ફોટોગ્રાફ્સ દ્વારા  બાળકોને શાળાના શિક્ષકો શ્રી વિનોદભાઇ મકવાણા , વિજયભાઇ મકવાણા અને મનજીભાઈ ડોડિયાએ સમજૂતી આપવામાં આવેલ.

Previous articleખો-ખોમાં વિદ્યાધીશ ટીમ વિજેતા
Next articleઅમરેલી રેશનશોપમાં થતી ગેરરીતી અંગે પોલીસ અને પુરવઠા વિભાગનું કડક ચેકીંગ