દામનગર શહેરમાં ત્રણ સંસ્થા દ્વારા કઢી-ખીચડી પ્રસાદનો પ્રારંભ કરાયો

581

દામનગર શહેર માં અનસૂયા ક્ષુધા કેન્દ્ર નો પ્રારંભ ખીચડી કઢી પ્રસાદ નો ત્રણ સંસ્થા દ્વારા પ્રારંભ કરાયો ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સૂર્યમુખી ધૂન મંડળ સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા  રાત્રી ભોજન સેવા ગરમા ગરમ ખીચડી કઢી સેવા શરૂ કરાય જેમાં રોજ રાત્રે ભિક્ષુક અતિથિ અભ્યાગત વૃદ્ધ નિરાધારો ને અનસૂયા ક્ષુધા સેવા કેન્દ્ર દ્વારા નિયમિત ગરમા ગરમ ખીચડી કઢી નું સાત્વિક ભોજન મળી રહે તેવી સુંદર વ્યવસ્થા નો આજે ગાયત્રી મદિર ખાતે પ્રારંભ કરાયો જેમાં શહેર ભર થી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ વિવિધ સંસ્થા ઓ ના સ્વંયમ સેવકો એ સંપૂર્ણ મફત રોજ રાત્રે ભીક્ષુક વૃદ્ધ નિરાધારો અભ્યાગતો ને ગરમા ગરમ ખીચડી કઢી મળી રહે તેવી કાયમી વ્યવસ્થા ઓ માટે નિયમિત સેવા આપવા તૈયારી દર્શાવી  આજે અનેકો સ્વંયમ સેવકો ની વિશાલ હાજરી માં પ્રારંભ કરાયો છે જેમાં દેવચંદભાઈ આલગિયા વજીભાઈ રૂપાધડા અનુભાઈ ચુડાસમા રવજીભાઈ માલવીયા અશોકભાઈ બાલધા હિમતભાઈ ચિતળિયા જીતુભાઈ બલર રવજીભાઈ ચિતળિયા મનસુખભાઈ નારોલા નટુભાઈ આસોદરિયા ભરતભાઇ ભટ્ટ ઈશ્વરભાઈ નારોલા જ્યંતીભાઈ નારોલા દાસભાઈ ચિતળિયા બાધુભાઈ બુધેલીયા વલ્લભભાઈ નારોલા ભગવાનભાઈ નારોલા રવજીભાઈ નારોલા વિમલભાઈ ઠાકર અતુલભાઈ શુક્લ જગુભાઈ સોની રાધવભાઈ નારોલા સહિત શહેર ભર માં થી અનેકો યુવાનો સેવા માટે તત્પર રહી અનુસૂયા ક્ષુધા કેન્દ્ર રાત્રી પ્રસાદ ખીચડી કઢી સેવા આપવા દૈનિક વારા લખાવી જવાબદારી ઉપાડી છે આજે ગાયત્રી મદિર ખાતે ધજા ચડાવી શક્તિપીઠ ગાયત્રી માતાજી ના સાનિધ્ય માં જયઘોષ સાથે રાત્રી મફત ભોજન સેવા શરૂ કરી છે જે ભૂખ્યા જન માટે આશીર્વાદ રૂપ બનશે.

Previous articleરાણપુરની વસાણીશેરીમાં નવોરોડ બનાવવા ટીડીઓ સમક્ષ રજૂઆત
Next articleરાજકોટ પેરોલ જમ્પના આરોપીને ભાવનગર એલસીબીએ નવસારી જઈને ઝડપી પાડ્યો