તા.૨૯-૦૭-ર૦૧૯ થી ૦૪-૦૮-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

964

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગૃહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી સૂર્ય મંગળનો અશુભ બંધનયોગ સાથે શનિ રાહુ શાપિત દોષ અને કાળસર્પ યોગ કાર્યોમાં નિરાશા અને નિષ્ફળતા જ આપી શકે છે. કાર્ય સફળતા માટે સપ્તાહના અંતભાગથી શુભ શ્રાવણ માસનો પ્રારંભ થાય છે તેથી શિવ ઉપાસનાથી કાર્યસફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિશ્વાસ કેળવવો જરૂરી બનશે. ભાઇ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ   પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રાપ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ધન સ્થાનમાં રાહુ બુધ અને પરાક્રમ સ્થાનમાં સૂર્ય મંગળ શુક્ર ગ્રહના આશીર્વાદ મળે છે. શનિ ગ્રહની પનોતીના સમયમાં પણ માત્ર મૌન બનીને કાર્યોમાં એકાગ્રતા કેળવશો તો ન ધારેલી સફળતા મેળવી શકાશે નવા કાર્યો માટે સમય શુભ છે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી એન મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શનિ ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રોે આપના માાટે ગોચર ગ્રહોનું ભ્રમણથી નથી. પનોતી કે નથી ગ્રહોનો બંધન યોગ મળતો માત્ર ગુરગ્રહની નિર્બળતા છે. અને જન્મના ચંદ્ર ઉપર રાહુગ્રહનું ભ્રમણ કાલ્પનીક અને નિર્બળ વિચારો આપે છે તેના માટે સપ્તાહના મધ્ય ભાગથી શ્રાવણ માસની શરૂઆત થાય છે. બની શકે તેટલી શિવ ઉપાસના કરવી. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો જરૂરી છે. અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેરજીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ અને સપ્તાહના અંત સમયમાં શ્રાવણ માસની શુભ શરૂઆત મળી રહી છે. મિત્રો જેમ શનિ ગ્રહની પનોતીનો કપરો સમય હોય અને હનુમાનજીની ભક્તિ કરવાથી રક્ષણ થાય છે. તેમ રાહુ ગ્રહનો અશુભ બંધન યોગ હોય ત્યારે શિવ ઉપાસનાથી લાભ થાય છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં મહત્વના નિર્ણયો સ્વહસ્તે કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને રૂદ્રીના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ગુરૂ મંગળ શુક્ર સાથે રાશી પતિ સૂર્યગ્રહનો બંધનયોગ વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસનો ત્યાગ કરવાનું સૂચવે છે. નવા કાર્યોની શરૂઆત માટે સમય શુભ નથી. જે પરિસ્થિતિ છે તે સાચવવામાં જ પ્રગતિ સમજવી જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી  અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ યથાવત કાર્ય સફળતાના યોગ મળે છે. પરંતુ શનિ કેતુનો બંધનયોગ અને પનોતીનો સમય અપેક્ષા મુજબની સફળતા નહી મળે જે નિરાશાનું કારણ બની શકે છે. તેથી સંતોષી નર સદા સુખી તે યાદ રાખવું. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ પત્ની ભાગીદાર અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જિવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ભાગ્ય સ્થાનમાં રાહુ બુધ અને કર્મસ્થાનમાં સૂર્ય મંગળ અને શુક્ર વધુ મહેનત થોડી સફળતા આપવાનું કાર્ય કરે છે. તેમ છતાં અચાનક કાર્ય સફળતાના યોગ છે. તેથી કપરા કાર્યો પણ સરળ બનશે. નવાકાર્યો માટે સમય શુભ રહેશે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. ભાઇ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર  મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે બુધવારના વ્રત અને કુળદેવીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિ કારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી આયુષ્ય સ્થાનમાં રાહુ બુધનો અશુભ બંધન યોગ અને ભાગ્યસ્થાનમાં સૂર્ય મંગળનો અશુભ અંગાર યોગ વધુ મહેનતે થોડી સફળતા આપી શકે છે. નસીબનો સહકાર અપેક્ષા મુજબ નથી મળતો માટે થોડો સમય ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓને માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનુ ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો તબક્કો અને સૂર્ય મંગળ શુક્ર અને રાશીપતિ ગુરૂનો અશુભ બંધન યોગ આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સૂચન કરે છે. નવાકાર્યો માટે સમય શુભ નથી જે છે તે પરિસ્થિતિ સાચવવાથી જ લાભ સમજવો. મિલ્કત અને કુટુંબીક પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના પ્રથમ કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. માત્ર જન્મનો શનિ અથવા ઇશ્વરના આશીર્વાદ હોવા જોઇએ. નવા કાર્યોના આયોજન માટે પણ સમય શુભ છે માત્ર આપનો અંતર આત્મા કહે તે જ કરવાથી લાભ થશે. મિલ્કત અને વારસાઇના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી આનંદ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે સુંદરકાંડના પાઠ અને શનિવારના વ્રત કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આશીર્વાદ મળે છે સાથે રાશી પતિ શનિગ્રહલાભ સ્થાનમાં છે. જે અચાનક જ કાર્ય સફળતાના યોગ આપે છે. નવા કાર્યોની શરૂઆત માટે પણ શુભ રહેશે. નવા પરિચયો લાભદાયી રહેશે. માત્ર મોજશોખ અને આળસવૃત્તિથી દૂર રહેવું. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. વિદેશ જવાની ઇચ્છા સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને ઇષ્ટદેવનું પૂજન કરવાથી લાભ રહેશે. બેહનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર ભાગ્ય સ્થાનતી સ્વગ્રહી ગુરૂની દ્રષ્ટિથી શુભ ગજકેસરી યોગનું નિર્માણ બને છે. નવા વિચારોની નવી પ્રેરણા ગજકેસરી યોગ આપે છે. સાથે રાહુગ્રહનો બંધન યોગ કાલ્પનીક ભય આપે છે. તેથી એકાગ્રતા કેળવવાથી લાભ રહેશે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

Previous articleજમ્મુ કાશ્મીર : ટેરર ફંડિંગ મામલે વ્યાપક દરોડા પડ્યા
Next articleનફરત ફેલાવનારાને કોઈ કિંમતે છોડાશે નહિ : મોદી