સિપાઇ સમાજની બોયઝ હોસ્ટેલનું ઉદ્દઘાટન

496

ભાવનગર જિલ્લા સિપાઇ સમાજ આયોજીત બોયઝ હોસ્ટેલ ઉદ્દઘાટન સમારોહ સ્ટેશન રોડ, સવાઇગરની શેરીના નાકે, સિપાઇ ભવન ખાતે યોજાયો હતો. બોયઝ હોસ્ટેલનું ઉદ્દઘાટન હાજી દિલાવરભાઇ દસાડીયાના વરદ હસ્તે કરવામાં આવેલ. જેમાં જિલ્લા શહેરના સિપાઇ જમાતના પ્રમુખો, કારોબારી સભ્યો, સમાજના આગેવાનોએ હાજરી આપેલ હતી. આ પ્રોગ્રામને સફળ બનાવવા જિલ્લા સિપાઇ સમાજના પ્રમુખ ખલીલભાઇ મલેક, સિપાઇ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અ.કરીમભાઇ હબીબાણી તેમજ ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી.

Previous articleગારીયાધારમાં પ્લાસ્ટીક નાબુદી અભિયાન રેલી
Next articleવડોદરાની જેલમાંથી પેરોલ જમ્પ કરેલ ત્રિપલ મર્ડરનો આરોપી એલસીબીની ઝપટમાં