વઢેરા પ્રાથમિક શાળાના બાળકોને પાણીજન્ય રોગ અંગે માર્ગદર્શન

534

આજરોજ વઢેરા ની પ્રાથમિક સ્કૂલમા મુખ્ય જિલ્લા અધિકારી ડૉ એચ.એફ.પટેલ,ડૉ એ કે સિંગ  સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠલ અને તાલુકા હેલ્થ ઑફીસર ડૉ જીગ્નેશ ગોસ્વામી ના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરકોટ અને આચાર્ય પ્રાથમિક સ્કૂલ  ના સહિયારા સહયોગ થી સ્કૂલ ના તમામ બાળકો નુ  બ્લડ ગ્રુપીન્ગ કરવામા આવ્યુ. જેમા અને તમામ બાળકો ને પાણી જન્ય રોગ તથા વાહક જન્ય રોગ અંગે નુ માર્ગદર્શન અપાયુ. જેમા  પ્રા આ કેન્દ્ર ના મેડિકલ ઑફીસર ડૉ જીતેશ મુછડિયા/ડૉ ઇલાબેન મોરી/આર.બી.એસ.કે.ડૉ શકીલ ભટ્ટી/લેબ ટેક.પંકજ ચાવડા/દિપકભાઈ બારૈયા/જીતુભાઈ જોષી/મીનાક્ષી બેન વાળા તથા આશાબેનો  હાજર રહ્યા હતા .આ કેમ્પ ની સફલતા  માટે તાલુકા સૂપરવાઈજર શનિશ્વરાભાઈ તથા પ્રાથમિક સ્કૂલ ના આચાર્ય ચંદુભાઈ વંશ તથા તેમના સ્ટાફ નો સારો એવો સહકાર મલેલ અને આચાર્ય ચંદુભાઈ વંશે આરોગ્ય ના તમામ સ્ટાફ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleવિશ્વાનંદ માતાજીની નિશ્રામાં શિવકુંજ આશ્રમ જાળિયામાં મહારુદ્રયાગ પ્રારંભ
Next articleમહુવા કૈલાસ ગુરૂકુળમાં તુલસી જન્મોત્સવ ઉજવાશે