મુખ્યમંત્રી રૂપાણીના જન્મદિન નિમિત્તે ભાજપ દ્વારા રકતદાન

480

૨જી ઓગસ્ટ આજરોજ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીના જન્મ દિવસ નિમિત્તે શહેર કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા કેમ્પ, મંત્રીશ્રી વિભાવરીબેન દવેની ગ્રાન્ટમાંથી કાર્ડિયાક વાનનું લોકાર્પણ અને રોપા વિતરણનો કાર્યક્રમ શહેરના સંગઠન પ્રભારી મહેશભાઈ કસવાલા, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઇ બામભણીયા, મેયર મનહરભાઈ મોરી, સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અંગે  સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજના દિવસે ૧૦૦ થી વધુ યુવા ભાઈઓ/બહેનોએ બ્લડ ડોનેશન કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દીર્ઘાયુષ્યની પ્રાર્થના સહ મંગલકામના કરી હતી. જ્યારે ૧૫૦ થી વધુ થેલેસેમિયા ના દર્દીઓની તપાસ અને રિપોર્ટ થયા હતા જ્યારે રાજ્ય સરકારના મંત્રી અને  ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવેની ગ્રાન્ટમાંથી રૂ. ૧૮,૦૦,૦૦૦ (અઢાર લાખ)ના ખર્ચે કાર્ડિયાક વાન સર.ટી.હોસ્પિટલને લોકાર્પણ કરવામાં આવી હતી જે ભાવનગરના નગરજનો માટે આજથી જ ઉપલબ્ધ બનશે જેમાં વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની આધુનિક વાનને કારણે આકસ્મિક આવતા હાર્ટએટેક સહિતના રોગો માં દર્દીઓને આકસ્મિક સમયમાં હોસ્પિટલ પહોંચવા સુધીમાં અથવા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ટ્રાન્સફર સમયે સમયસર ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ મળશે જેને કારણે દર્દીઓના જીવ બચાવાના ચાન્સીસ વધુ ઉભા થશે જેના આશીર્વાદથી પક્ષ વધુ મજબૂત બનશે અને ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં એક વધુ સુવિધા ઉપલબ્ધ બની છે.

Previous articleમહિલા સશક્તિકરણ પખવાડિયાના બીજા દિવસે ‘બેટી બચાવો બેટી પઢાવો’ જાગૃતી કાર્યક્રમ યોજાયો
Next articleરાણપુરના વિદ્યાર્થીઓને લઈ આવતી બસ બરવાળા ચોકડી પાસે ખાળીયામાં ઉતરી