થાઈલેન્ડ ઓપન : રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ફાઇનલમાં પહોંચી

579

સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરૂષ ડબલ્સ જોડીએ શનિવારે અહીં થાઈલેન્ડ ઓપનના સેમિફાઇનલમાં કોરિયાના સુંગ હ્યૂન અને શિન બેક શેઓલને પરાજય આપીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ ભારતીય જોડીએ અંતિમ-૪ મુકાબલાને ૨૨-૨૦, ૨૨-૨૪, ૨૧-૯થી પોતાના નામે કર્યો હતો.

વર્લ્ડ રેન્કિંગમાં ૧૬મા સ્થાન પર રહેલી આ ભારતીય જોડીએ ચેમ્પિયન બનવા માટે હવે રવિવારે ચીનની લી જુન હેઈ અને લિયૂ યૂ ચેનની જોડીના પડકારનો સામનો કરવો પડશે.

ચીનની આ જોડીએ એક અન્ય સેમિફાઇનલ મુકાબલામાં જાપાનના હિરોયુકી એન્ડો અને યુતા વાજાનાબેની જોડીને ૨૧-૧૩, ૨૨-૨૦થી પરાજય આપ્યો હતો.

Previous articleસેક્સી અથિયા શેટ્ટી મોતિચુર ચકનાચુરમાં ચમકશે
Next articleલિયોનલ મેસી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ, આર્જેન્ટીના માટે નહિ રમે