સપ્ટેમ્બરમાં IOAની બેઠક યોજાશે : કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવો કે નહિ

431

ભારતીય ઓલિમ્પિક સંઘ ર્(ૈંંછ)ની કાર્યકારી પરિષદ સપ્ટેમ્બરમાં બેઠક કરીને તે નિર્ણય લેશે કે તેણે ૨૦૨૨ રાષ્ટ્રમંડળ ગેમ્સમા ભાગ લેવો છે કે નહીં. ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાનારી રાષ્ટ્રમંડળ ગેમ્સમાંથી શૂટિંગને હટાવવાને કારણે આઈઓએએ કહ્યું હતું કે, તે આ રમતમાં ભાગ લેશે નહીં. આઈઓએના મહાસચિવ રાજીવ મેહતાએ કહ્યું, ’ઘણા ખેલાડીઓએ કહ્યું કે, આ રમતમાં રમવું તેનો અધિકાર છે અને અમે તેના પર ધ્યાન આપ્યું છે. કાર્યકારી પરિષદ આગામી મહિને બેઠક કરશે અને આ મુદ્દા પર નિર્ણય લેશે.’રમતનો બહિષ્કાર કરવાના મુદ્દા પર આઈઓએએ રમત મંત્રાલય પાસે પણ તેનું મંતવ્ય માગ્યું છે. આ પહેલા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શૂટર અભિનવ બિંદ્રા અને રેસલર સાક્ષી મલિક જેવા ઘણા ખેલાડીઓએ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સનો બહિષ્કાર કરવાનો કોઈ વિકલ્પ નથી.

Previous articleથાઈલેન્ડ ઓપનનું ટાઇટલ જીતીને રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રચ્ચો ઈતિહાસ
Next articleશેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવા માટેના સંકેત : બધાની બાજ નજર