વૃક્ષનું વાવેતર અને વન-વનસંપદાઓનું મહત્વ જળવાયેલું રહે તે માટે જનજાગૃત્તિ આવશ્યક  – મંત્રી આર.સી.ફળદુ

442

ગુજરાત રાજ્યના કૃષિ, ગ્રામવિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને તેમજ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ઉપાધ્યક્ષ ભુપતભાઇ ડાભીની ઉપસ્થિતિમાં બાબરાના વાંડળીયાની જ્ઞાનજ્યોત હાઈસ્કૂલના પટાંગણ ખાતે જિલ્લાકક્ષાનો વનમહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ સાથે તા.૧લી થી ૧૪મી ઓગસ્ટ ૨૦૧૯ સુધી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે તેના અનુસંધાને મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મંત્રી આર. સી. ફળદુએ કહ્યું કે, ભારતીય સંસ્કૃત્તિમાં વન્ય સંપદાઓનું મહત્વ અનેરું છે. વૃક્ષોથી વાતાવરણ હરિયાળું અને ખુશનુમા બને છે. વન અને વનસંપદાઓ પ્રત્યે વિશેષ પ્રતિબધ્ધ થઇ રાજય સરકારે વનવૃધ્ધિ માટેના કાર્યક્રમો અમલી બનાવ્યા છે. મેઘરાજાની મહેર પણ વૃક્ષોને આભારી છે ત્યારે માનવજીવનમાં વૃક્ષોનું મહત્વ કાયમ માટે પ્રસ્થાપિત થાય તે આવકારદાયક છે. મંત્રી ફળદુએ ભાવિ પેઢી માટે વૃક્ષોને વિરાટી વિરાસત ગણાવતા કહ્યું કે, વૃક્ષનું વાવેતર અને વન-વનસંપદાઓનું મહત્વ જળવાયેલું રહે તે માટે જનજાગૃત્તિ આવશ્યક છે. વન અને પર્યાવરણની સમતુલા જાળવવા માટે હાથ ધરવા આવતા પગલામાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ પરદેશી બાવળને દૂર કરી ફળાઉ વૃક્ષોનું વાવેતર-ઉછેર કરવા સૂચવ્યું હતુ. જંતુનાશક દવાને બદલે કુદરતી ખાતરના ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. વરસાદ એ વૃક્ષને આધારિત છે, દક્ષિણ દિશામાં વૃક્ષોનું વાવેતર કરી વાદળોને આકર્ષવામાં આવે છે, જે વરસાદ ખેંચી લાવે છે. દરેક વૃક્ષ ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. તેમણે વધુમાં વડ, પીપળો, પીપર, વાસ અને ચંદન ઉપરાંત લીમડાનું વાવેતર કરવા અપીલ કરી હતી.

અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષક ડો. એ. પી. સીંગે પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, રાજય સરકારે શરૂ કરેલા વનીકરણની પ્રવૃત્તિઓ અને વનમહોત્સવના કારણે પરિવર્તન આવ્યું છે. વનીકરણની પ્રવૃત્તિને લીધે ગુજરાત રાજય હરિયાળું બન્યું છે. નાગરિકોને વૃક્ષઉછેરમાં સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.

Previous articleરાજુલામાં ૩ દિવસમાં પડેલા પાંચેક ઈંચ વરસાદ નેશનલ હાઈવે ધોવાયો
Next articleરેશનીંગ માફીયાઓ સાથે કડક કાર્યવાહી કરવા કરાયેલી માંગણી