ઘોઘાના જુના કબ્રસ્તાનમાંથી હાડ પીંજરો બહાર આવ્યા

977

ઘોઘા ફરતે આવેલ દરિયાઈ દીવાલ સાવ તૂટી ને નામ શેષ થઇ છે ત્યારે  દરિયો જમીનનું ધોવાણ કરી ને ગામ માં ઘૂસવા માટે સતત પ્રયત્નો કરી રહ્યો છે એકબાજુ ચોમાસા ની ઋતુમાં વરસાદ અને બીજી બાજુ દરિયામાં આવતી હાઈ ટાઇડ ના કારણે જમીનનું ધોવાણ સતત થતું રહે છે ત્યારે ઘોઘા ના મોરા વિસ્તાર પાસે આવેલ મુસ્લિમ સમાજ ના આશરે ૧૪૦૦ વર્ષ જુના કબ્રસ્તાન ની કબરો તો ધોવાય જ ગઈ છે પણ કબ્રસ્તાન ની જમીનમાંથી હાડપિંજરો પણ બહાર આવવા લાગતા મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆતો કરવા છતાં પણ વહીવટી સતાઓ દ્વારા કોઈપણ પ્રકારનું લક્ષ આપવામાં ના આવતા મુસ્લિમ સમાજ માં વ્યાપક પ્રમાણ માં ઉગ્ર રોષ ની લાગણીઓ જોવા મળી છે.

Previous articleબુઢણા ગામે ૭૦મા વન મહોત્સવની ઉજવણી
Next articleટ્રાવેલ્સ બસમાંથી ચોરી કરનાર શખ્સને અમરેલીથી ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોર્ડ