ભાવનગર અને સિહોર પંથકમાં ધીમી ધારે સવા બે ઈંચ વરસાદ

929

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અપાયેલી ભારે વરસાદની આગાહીના પગલે અન્ય જીલ્લાઓની સાથો સાથ ભાવનગરમાં પણ વરસાદ પડી રહ્યો છે. આજે રવિવારે દિવસભર ધીમી ધારે શરૂ રહેલો વરસાદ રાત્રી સુધીમાં સવા બે ઈંચ પડ્યો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અડઘાથી બે ઈંચ વરસાદ પડ્યો હતો.

ભાવનગર શહેર અને  જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી સતત હળવો ભારે વરસાદ પડી રહ્યો છે. આજે રવિવારે સવારથી શહેરમાં વરસાદ શરૂ થયો હતો. અને સમયાંતરના થોડા વિરામ બાદ ફરી શરૂ થયેલ જયારે સાંજના સમયે તો અડધો કલાકનું જોરદાર ઝાપટુ પડતા રસ્તાઓ ઉપર પાણી વળ્યા હતાં. જયારે સતત વરસાદના પગલે નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

ભાવનગર શહેર ઉપરાંત સિહોર પંથકમાં પણ આજે દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો અને રાત્રીના ૮ વાગ્યા સુધીમાં બે ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જયારે ઘોઘા પંથકમાં પોણા બે ઈંચ, વલભીપુરમાં દોઢ ઈચં વરસાદ પડ્યો હતો. જિલ્લાના ઉમરાળા પંથકમાં ૧પ મી.મી, તળાજામાં ૧૪ મી.મી., ગારિયાધારમાં ૦૪ મી.મી., પાલિતાણામાં પ અને મહુવા પંથકમાં રાત્રીના ૮ વાગ્યા સુધીમાં ૬ મી.મી. વરસાદ પડ્યો હતો. જો કે આગાહીના પગલેર ાત્રીના સમયે પણ ધીમી ધારનો વરસાદ શરૂ રહ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં પડેલા વરસાદના કારણે ખેડુતોના પાકને ફાયદો થઈ રહ્યો હોય ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Previous articleરૂપાણી સર્કલમાં વૃક્ષ ધરાશાયી, કારને નુકશાન
Next articleદુલીપ ટ્રોફી માટે ટીમની જાહેરાત, શુભમન ગિલ સંભાળશે ઈન્ડિયા બ્લૂની કમાન