રાજુલા પુરવઠા કૌભાંડમાં ૬ આરોપીઓના જામીન નામંજુર – જેલ હવાલે કરાયા

487

રાજુલાના અતિ ચકચારી પુરવઠા કૌભાંડમાં ૮ આરોપીઓ સામે ખુદ મામલતદાર ફરિયાદી બન્યા  હતા તેના રેશનીંગના ચાર્જ પણ બીજાને સોંપાયા હતાં. આખરે કોર્ટમાં રજુ કરતા ૧૦ દિવસના રિમાન્ડ મળ્યા હતાં. આજે રિમાન્ડ પુર્ણ થતા કોર્ટમાં રજુ કરતા જમીન નામંજુર થતા તમામ આરોપીઓ જેલ હવાલે કરાયા હતાં. ત્યારે તપાસ કયાં પહોંચી તે બાબતે મામલતદારને પૂછતાં હજુ તપાસ ચાલુ છેનું રટણ જોવા મળ્યું હતું. આ ઘટનામાં ખોટા અંગુઠા તેની મશીનરી લેપટોપ સહિતના સાધનો કબ્જે કરાયા હતાં. પણ હજુ તંત્ર મગનું નામ મરી પાડતા નથી ત્યારે પુરવઠા વિભાગ પર શંકા કુશંકાઓ જોવા મળી રહી છે.

અત્રે નોંધનીય બાબત છે કે ગુનો ૮ આરોપીઓ પર દાખલ થયો હતો. પકડાયા માત્ર ૬ રિમાન્ડ મળ્યા પણ ૬ આરોપીઓના જયારે આજે રજુ કરાયા ત્યારે પણ ૬ આરોપીઓ જ હતા તો ર આરોપીઓ કોણ તે કયાં હવામાં અગોળી ગયા તે તપાસનો વિષય છે ફરિયાદ દાખલ થયા બાદ પુરવઠા વિભાગના અધિકારીઓની પણ બદલીઓ કે પગલાં ભરાયા નથી ત્યારે તંત્ર શું આખા પ્રકરણમાં ઢાંકપિછેડો કરવા માંગે છે ? તેવો વેક સવાલ ઉઠયો છે.

આ બાબતેત પાસ કરનાર પીઆઈ જેઠવાએ જણાવ્યું હતું કે આજે રિમાન્ડ પુર્ણ થતા કોર્ટમાં રજુ કર્યા હતા હજુ ર આરોપીઓ અને ર શંકાના દાયરાના આરોપીઓ મળી કુલ ૪ આરોપીઓ ફરાર છે તે દિશામાં તપાસ ચાલુ છે.

Previous articleધંધુકા ચુડાસમા રાજપુત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
Next articleઅમરેલી બગસરા ચોકડી પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો