૧૧૨ આંગણવાડી ભાડાના મકાનમાં ચલાવવાની નોબત

527

ગાંધીનગર જિલ્લામાં હજી પણ ઘણી આંગણવાડીઓને ભાડાના મકાનમાં ચલાવવામાં આવે રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા બાંધકામ વિભાગ દ્વારા એક વર્ષ અગાઉ  કેટલીક આંગણવાડીઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ છતા જગ્યાના અભાવે તમામ આંગણવાડીને અલગ મકાનની યોજના પડી ભાંગી છે અને ગાંધીનગર જિલ્લામાં ૧૦૬૮ માંથી કુલ ૧૧૨ આંગણવાડીઓ ભાડાના માકાનમાં ચલાવવી પડે છે.તો બીજીબાજુ જે આંગણવાડીને પોતાના મકાન છે તેમાં પણ છત જર્જરીત હોવાનું સામે આવ્યું છે આ બાબતે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.

દેશનું ભવિષ્ય બાળપણથી તંદુરસ્ત અને સ્માર્ટ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વર્ષોથી ખાલી હોય તેવી જગ્યાએ સરકાર દ્વારા આંગણવાડી મંજુર કરવામાં આવી છે. તેમ છતા ગાંધીનગર જિલ્લાની ઘણી જગ્યાએ મકાનના અભાવે ભાડાના મકાનમાં આંગણવાડી ચલાવવામાં આવી રહી છે. ત્યારે  તંત્ર દ્વારા સરકારમાં વારંવાર જમીનની માંગણી સાથે દરખાસ્ત કરવામાં આવે છે પરંતુ ઉદ્યોગપતિઓને ટોકન દરે જમીન ખેરાત કરતી રાજ્ય સરકાર પાસે આ આંગણવાડી બનાવવા માટે જાણે જગ્યા જ ન હોય તેમ લાગી રહ્યું છે.

એક બાજુ સરકાર પાસે આંગણવાડી બનાવવા જગ્યા નથી તો બીજીબાજુ બાળકો માટે સ્માર્ટ આંગણવાડીના સપના જોવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાની મોટાભાગની આંગણવાડીઓ હાલની સ્થિતિએ જર્જરીત અને જોખમી હોવાનું સદસ્યો દ્વારા અવાર નવાર કહેવામાં આવે છે પરંતુ આ સંવદનસીલ મુદ્દા બાબતે તંત્ર જાણે અસંવેદનસીલ હોય તેમ લાગી કોઇ કામગીરી નહીં કરવાને કારણે લાગી રહ્યું છે.

ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૦૬૮ આંગણવાડીઓ આવી છે જેમાંથી ગાંધીનગર તાલુકામાં ૯, દહેગામમાં ૨૧, કલોલમાં ૭૨ જ્યારે માણસામાં ૧૨ મળી કુલ ૧૧૨ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચલાવવી પડે છે. જો કે, આ બાબતે સરકાર દ્વારા જે તે મકાન માલીકને તેનું ભાડું ચુકવવામાં આવે છે. ત્યારે ગામમાં સરકારી જમીન ઉપર આંગણવાડી બનાવવામાં આવે તો સરકારને ભાડાના રૂપિયા ખર્ચવાના બચી જાય.

Previous articleલકઝરી બસમાં વિદેશી દારૂની ખેપ મારતો યુવાન ઝડપાયો
Next articleકેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર વધુ ટ્રેનો દોડાવવામાં તંત્રની આળસ