બાબરા વિસ્તાર માં રહી છેલ્લા પંદર વર્ષ સાધુ જીવન ગાળતા મૂળ ભિલોડા ના વતની નું આજે અવસાન થતા બાબરા માનવ સેવા ગ્રુપ દ્વારા પરિવાર નો સંપર્ક સાધી તેમના નિધન ના સમાચાર આપવા માં આવ્યા હતા પરિવારે તેમની અવલમંજલ વિધિ કરવા નું જણાવતા ગ્રુપ ના હિંદુ મુસ્લિમ યુવાનો દ્વારા શાસ્ત્રોક વિધિ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા
વિગત મુજબ બાબરા બસ સ્ટેશન વિસ્તાર માં રાત્રી દિવસ જુદી જુદી દુકાન ના ઓટા ઉપર છેલ્લા કેટલાક વર્ષો થી સાધુ જીવનજીવી અને લતાવાસી ને ધાર્મિક બોધપાઠ આપનાર મૂળ અરવલ્લી જીલ્લા ના ભિલોડા ના વતની વિઠલભાઈ ગોદડભાઈ પંચાલ ઉવ.૭૨ સાધુ ઉપનામ તુલસીદાસબાપુ ની છેલ્લા કેટલાક સમય થી તબિયત બરાબર નહી રહેતી હોવાથી સેવકો દ્વારા સુસુશ્રા કરવા માં આવતિ હતી જેમાં આજે ટુંકી સારવાર બાદ બાબરા સરકારી દવાખાના માં કુદરતી મૃત્યુ થયું હતું બાબરા માનવ સેવા ગ્રુપ માં હિંદુ મુસ્લિમ મિત્રો રફીકભાઈ ઓઠા રમેશભાઈ તેરૈયા ઈરફાનભાઈ ગાંધી પીયુસભાઈ દરજી સલીમભાઈ મુંજાવર જ્સ્મીનભાઈ બગથળિયા દિનેશભાઈ બગથળિયા અશ્વિનભાઈ રામાણી જીગ્નેશભાઈ તેરૈયા સહિતે હિંદુ સંસ્કૃતિ મુજબ દિગવંત ને અગ્નિસંસ્કાર આપી ધર્મપરાયણતા અને કોમી એકતા ભાઈચારા ની પ્રેરણા આપી હતી
















