સહકારી ક્ષેત્રમાં ૧૨૦૦૦ દિવસ પૂર્ણ કરતા હરિભાઈ જોષી

0
283

ભાવનગર જિલ્લામાં પશુપાલનને મુખ્ય વ્યવસાયમાં ફેરવીને, ખેતીમાંથી નિર્ભરતા ઓછી કરી ખેડૂતોને સારી રીતે આવક થઈ શકે, તે માટે છેલ્લા ૧૨,૦૦૦ (બાર હજાર) દિવસથી સતત સંઘર્ષરત અને કાર્યરત રહેતા એવા સહકારી પ્રવૃત્તિના ભેખધારી ભાવનગર જિલ્લાની શ્વેતક્રાંતિનાં સર્જક, સર્વોત્તમ ડેરીનાં સ્થાપક અને હાલનાં મેનેજીંગ ડિરેક્ટર હરિશંકરભાઈ રામશંકર ભાઈ જોષીને અભિનંદન

ભાવનગર જિલ્લાનાં ખેડૂતો પ્રતિ આપની લાગણી અને પોતીકાપણાને અને એમના આર્થિક ઉત્થાન માટેનાં આપનાં અપાર સંઘર્ષોને અમો સહૃદય બિરદાવીએ છીએ અને આપના પ્રતિ ગૌરવની લાગણી અનુભવીએ છીએ.આપનું માર્ગદર્શન સદા મળતું રહે અને આપનાં સંઘર્ષો અને આવડત થકી જિલ્લાનાં ખેડૂતો સદા પ્રગતિ કરતા રહે એવી અભ્યર્થના સહ શુભેચ્છા પાઠવી હતી ત્યારે આ બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા એમ.ડી.હરિભાઈ જોષી સાથે સંપર્ક કરતા જણાવેલ કે નાના ગામડાઓમાં ખેડૂતો, માલધારીઓ ખાસ કરીને પશુપાલન વ્યવસાય માં જોડાયેલ લોકો મુખ્યત્વે દૂધ ઉત્પાદન કરતા પરંતુ જેનું યોગ્ય વળતર મળતું નહિ જેથી આ માલધારીઓ તથા પશુપાલકો ના સાથ સહકાર થી દૂધ સંઘ બનાવવાની પ્રેરણા થઈ અને ભાવનગર જિલ્લામાં આજે ભાવનગર જિલ્લા દુધ ઉત્પાદન સંઘ કે જે સર્વોત્તમ ડેરી તરીકે ઓળખાય છે અહીં આ પશુપાલન કરતા પશુપાલકો દૂધ આપવા લાગ્યા અને ધીરે ધીરે દરેક ના સાથ સહકાર થી વટવૃક્ષ ઉભું થયું છે સાથે સાથે ડેરી ના કર્મચારીઓ ની મંડળી ની સ્થાપના કરી જેના પ્રમુખ તરીકે હરિભાઈ જોષી સેવા બજાવે છે,  ખાનગી વહેપારી ઓ પાસે લૂંટાતા માલધારીઓને યોગ્ય વળતર મળી રહે તે હેતુ ધ્યાને લઇ ૩૦/૯/૧૯૮૬ નેસવડ દૂધ મંડળી ની સ્થાપના કરી ખેડૂતો, અને માલધારીઓ ની આગેવાની લઈ દૂધ સંઘ બનાવ્યો જે આજે ૫૬૪ કરોડ ના ટર્ન ઓવર સુધી પહોચી શકયા છીએ ખેડૂતો અને માલધારીઓ ના આશીર્વાદ થી આજે સહકારી ક્ષેત્ર ના  ૧૨૦૦૦ દિવસ પૂર્ણ થયા છે આ ૧૨૦૦૦ દિવસ જેમાં નેસવડ દૂધ સહકારી મંડળી ( ૩૦/૯/૧૯૮૬) જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (૨૭/૬/૨૦૦૧) અને કર્મચારી મંડળી (૨૦/૧/૧૪)એમ કુલ ત્રણ સંસ્થા નો ઉદય થયો છે ડેરી ની શરૂઆત માટે ગામે ગામ ફરી લોહી પરસેવો એક કરી દરેક ગામે દૂધ મંડળીઓ સ્થાપી પશુપાલકો ને મજબૂત બનાવ્યા અને આજે ગુજરાત નહિ પણ એશિયામાં રેકર્ડબ્રેક દૂધના ભાવ પશુપાલકો ને  આપીએ ને અગ્રેસર રહ્યા છીએ  આમ સહકાર ક્ષેત્રમાં મારા ૧૨૦૦૦ દિવસ પૂર્ણ કરવા માં સાથ સહકાર આપનાર દરેકનો આભાર વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here